Diwali Sweets Recipe: દિવાળી મીઠાઈ ખજૂર રોલ ડાયાબિટીસ દર્દી માટે શ્રેષ્ઠ

Oct 21, 2024, 03:15 PM

દિવાળી મીઠાઈ રેસીપી

દિવાળી પર મહેમાન માટે વિવિધ પ્રકારની મીઠાઈ અને વાનગી બનાવવામાં આવે છે. જો કે ડાયાબિટીસ દર્દી માટે બજારની મીઠાઇ હાનિકારક હોય છે.

દિવાળી મીઠાઈ રેસીપી

ડાયાબિટીસ દર્દી માટે વિવિધ પ્રકારની સુગર ફ્રી મીઠાઇ ઉપલબ્ધ છે. અહીં ખજૂર રોલ મીઠાઇ રેસીપી જણાવવામાં આવી છે. ખજૂર રોલ મીઠાઇ રેસીપી બહુ સરળ અને ઓછી સામગ્રી સાથે ઓછા સમયમાં સરળતાથી બની જાય છે.

ખજૂર રોલ મીઠાઇ સામગ્રી

ખજૂર રોલ મીઠાઇ બનાવવા માટે સીડ લેસ ખજૂર એટલે ઠળિયા વગરની ખજૂર, તમારા મનપસંદ ડ્રાયફુટ્સના ટુકડા, કોપરાની છીણ, એલચી પાઉડર, દેશી ઘી અને ખસખસ

ખજૂર રોલ મીઠાઈ રેસીપી

ખજૂર રોલ મીઠાઇ બનાવવા માટે સૌથી પહેલા એક કઢાઇમાં થોડુંક ઘી નાંખી બધા ડ્રાયફુટ્સને સહેજ શેકી લો.

ખજૂર રોલ મીઠાઈ રેસીપી

હવે કઠાઈમાં થોડુંક ઘી નાંખી ત્યારબાદ સીડ લેસ ખજૂર ઉમેરો, હવે ખજૂર એકદમ નરમ અને એકરસ જેવી થઇ જાય ત્યાં સુધી ધીમા તાપે ફ્રાય કરો.

ખજૂર રોલ રેસીપી

ખજૂર બરાબર શેકાઇ ગયા બાદ તેમા કોપરાની છીણ અને ડ્રાયફુટ્સના ટુકડા ઉમેરી બધી સામગ્રી બરાબર મિક્સ. છેલ્લે સ્વાદ માટે એલચી પાઉડર ઉમેરો. હવે આ સામગ્રીને સહેજ ઠંડી થવા દો.

ખજૂર રોલ રેસીપી

હવે ખજૂરના મિશ્રણ માંથી ગોળ લાંબા રોલ બનાવી તેના પર ખસખસ ભભરાવો. હવે ખજૂર રોલ એક એલ્યુમિનિયમ ફોઇલમાં ફોલ્ડ કરી ફ્રીજમાં થોડીક વાર માટે મૂકી દો. આમ કરવાથી ખજૂર રોલ એકદમ કડક થઇ જશે.

ખજૂર રોલ રેસીપી

હવે ખજૂર રોલને ફ્રીજ માંથી બહાર કાઢી લો અને કટર વડે મીડિયમ સાઇઝના ગોળ રોલ કાપી. દિવાળી પર ખજૂર રોલ વડે મહેમાનોનું મોં મીઠું કરાવો.