Diwali Sweet Ghughra: દિવાળી મીઠાઈ માવા ઘુઘરા ઘરે બનાવો

Oct 23, 2024, 03:08 PM

દિવાળી મીઠાઈ ઘુઘરા ઘરે બનાવો

દિવાળી પર બજારમાંથી મીઠાઇ લાવવાના બદલે તમે ઘરે મીઠાઈ બનાવી શકો છો. માવા ઘુઘરા ગુજરાતમાં બહુ પ્રખ્યાત મીઠાઇ છે. ઘુઘરા ખાવામાં સ્વાદિષ્ટ અને ક્રિપ્સી હોય છે. ચાલો જાણીયે માવા ઘુઘરા બનાવવાની રેસીપી

માવા ઘુઘરા બનાવવાની સામગ્રી

માવો, ડ્રાયફુટ્સના ટુકડા, એલચી પાઉડર,કોપરાની છીણ, મેંદો, ખાંડ બુરુ, તળવા માટે ઘી અથવા તેલ

ઘુઘરામાં સ્ટફિંગનો મસાલો

બજારમાંથી મોળો માવો લાવી ઘરે કઢાઇમાં સહેજ શેકી લો, માવો ઠંડો થયા બાદ તમાં ડ્રાયફુટ્સના ટુકડા, એલચી પાઉડર અને ખાંડ બૂરું ઉમેરી બરાબર મિક્સ કરો રાખો.

માવા ઘુઘરા રેસીપી

હવે મેંદાના લોટમાંથી નાની પણ સહેજ જાડી પુરી વણી લો. જો તમને હાથ વડે ઘુઘરાની કાંગરી વાળતા આવડે તો ઠીક છે નહીંત્તર બજારમાં પ્લાસ્ટિક અને સ્ટીલના ઘુઘરાના બીબા અને ચમચી મળે છે. જેની મદદથી તમે સરળતાથી ઘુઘરા બનાવી શકો છો.

માવા ઘુધરા રેસીપી

મેંદાના લોટની પુરી ઘુધરાના બીબામાં મૂકી કિનારી પર સહેજ પાણી લગાવો , હવે સ્ટફિંગ માટે માવોનો મસાલો ભરો, ત્યારબાદ કાળજીપૂર્વક ઘુધરાના બંને બીબા બંધ કરી સહેજ દબાવો. બંને કિનારી એકબીજા સાથે બરાબર જોડાઇ જાય તેનું ધ્યાન રાખો.

માવા ઘુધરા રેસીપી

હવે ઘુધરાને બીબામાંથી કાળજીપૂર્વક કાઢી સહેજ સુકાવા દો. જે ઘુધરાની કિનારી ખુલી ગઇ હોય તેને અલગ રાખો.

માવા ઘુધરા રેસીપી

એક કઢાઈમાં ઘી ગરમ કરો. હવે ધીમા તાપે ઘુધરા સહેજ બ્રાઉન થાય છે તળો. ઘુઘરા તળ્યા બાદ તેને હવાચુસ્ત ડબ્બામાં પેક કરો અને જ્યારે મહેમાન આવે ત્યારે પીસરો.