ઓછી મહેનતે મલાઇદાર દૂધપાક બનાવો, અપનાવો આ નવી ટ્રીક

May 11, 2025, 10:21 PM

દૂધપાક

દૂધપાક ઘણા લોકોની મનપસંદ રેસીપી છે. જે એકદમ ટેસ્ટી લાગે છે.

દૂધપાક રેસીપી

અહીં તમને દૂધપાક બનાવવાની નવી ટ્રીક બતાવી રહ્યા છીએ. જેમાં ઓછી મહેનતે મલાઇદાર બનશે.

દૂધપાક સામગ્રી

દૂધ, ચોખા, ખાંડ, કાજુ, બદામ, પિસ્તા,ચારોલી, એલાઇચી પાઉડર, જાયફળ પાઉડર.

દૂધપાક બનાવવાની રીત

એક વાટકીમાં થોડા ચોખા અને અન્ય એક વાટકીમાં કાજુ, બદામ, પિસ્તા,ચારોલી લો અને તેને 15 મીનિટ સુધી પાણીમાં પલાળી રાખો.

સ્ટેપ 2

દૂધપાક બનાવવા માટે સૌ પ્રથમ ગેસ પર એક જાડા તળીયાવાડુ વાસણ મુકો. તેમાં એક ચમચી ઘી નાખો. પછી પલાળેલા ચોખા એડ કરો અને સારી રીતે મિક્સ કરો.

સ્ટેપ 3

આ પછી તેની અંદર દૂધ નાખો અને સારી રીતે હલાવો. દૂધ ઉકળવા લાગે એટલે ગેસની ફ્લેમ ધીમી કરો. અંદર રહેલા ચોખાને સારી રીતે કુક થવા દઈએ.

સ્ટેપ 4

જો તમારે દૂધને વધારે ન ઉકળવા દેવું હોય તો એક નવી ટ્રીક લઇને આવ્યા છે. આ માટે એક પેનમાં થોડું ઘી લો અને તેમાં થોડું દૂધ એડ કરો અને સારી રીતે મિક્સ કરો. ત્યારબાદ તેમાં મિલ્ડ પાઉડર એડ કરો.

સ્ટેપ 5

આ પછી ગેસની ધીમી આંચ પર સતત હલાવતો રહો જેથી ગાંઠ ન પડી જાય. આ રીતે તેનો ઇન્સ્ટન્ટ માવો બની જશે. આ માવાને ગરમ થઇ રહેલા દૂધમાં એડ કરો અને બધાને સારી રીતે મિક્સ કરો.

સ્ટેપ 6

આ પછી તેમાં તમે જે પ્રમાણે ગળ્યું ખાતા તે મુજબ ખાંડ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. ત્યારબાદ તેમાં બધા કાપેલા ડાયફ્રુટ, ઇલાયચી પાઉડર અને જાયફળ પાઉડર ઉમેરો અને થોડીવાર ઉકળવા દો.

દૂધપાક તૈયાર

આ પછી દૂધપાકને ગેસ પરથી ઉતારી લો. તમારો ટેસ્ટી દૂધપાક તૈયાર છે તેને તમે પુરી સાથે સર્વ કરી શકો છો.