Sep 09, 2025

શ્રાદ્ધમાં પિતૃઓને ધરાવો દૂધપાક, આવી રીતે બનાવો

Ashish Goyal

શ્રાદ્ધમાં બનાવો દૂધપાક

હાલમાં શ્રાદ્ધ શરૂ છે ત્યાં પિતૃઓને ધરાવવા માટે દૂધપાક બનાવતા હોય છે.

Source: social-media

દૂધપાક રેસીપી

ટેસ્ટી દૂધપાક બનાવવાની રેસીપી અહીં જણાવી રહ્યા છીએ. જે એકદમ સરળ છે.

Source: social-media

દૂધપાક બનાવવાની સામગ્રી

દૂધ ,ખાંડ, ચોખા, કેસરના તાંતણા, ઘી, બદામ, પિસ્તાની કતરણ, એલચી પાઉડર, ચારવલી, જાયફળ પાઉડર.

Source: social-media

દૂધપાક બનાવવાની રીત

દૂધપાક બનાવવા સૌપ્રથમ ચોખાને એક બે પાણી થી ધોઈ લો અને એક કપ પાણીમાં દસ મિનિટ રાખી મુકો.

Source: social-media

સ્ટેપ 2

બીજી તરફ ગેસ એક કડાઈ ગરમ કરવા મૂકો. તે ગરમ થાય એટલે એમાં એક ચમચી ઘી નાખી ઓગળી લો. ત્યારબાદ એમાં ફૂલ ક્રીમ દૂધ નાખી મિક્સ કરો અને દૂધને ઉકાળી લો.

Source: social-media

સ્ટેપ 3

દૂધ માં એક ઉભરો આવે ત્યાર બાદ ગેસ ને ધીમો કરી નાખો અને ત્યાર બાદ એમાં કેસરના તાંતણા નાખી પાંચ મિનિટ ઉકાળો.

Source: social-media

સ્ટેપ 4

દૂધ ઉકળે ત્યાં સુધીમાં ચોખાનું પાણી નિતારી લીધા બાદ કપડામાં કોરા કરી લઈ ચોખાને દૂધમાં નાખો. ચોખા ને દૂધ સાથે દસ પંદર મિનિટ સુંધી ચડવા દો. વચ્ચે વચ્ચે હલાવતા રહો.

Source: social-media

સ્ટેપ 5

દૂધમાં ચોખા બરોબર ચડી જાય એટલે એમાં ખાંડ નાખી મિક્સ કરી થોડી મિનિટ ચડવા દો. ત્યારબાદ તેમાં એલચી પાઉડર, ચારવડી, બદામ અને પિસ્તાની કતરણ નાખી મિક્સ કરો અને બે મિનિટ ઉકાળો

Source: social-media

સ્ટેપ 6

આ પછી તેમાં જાયફળનો પાઉડર નાખી મિક્સ કરો. આ રીતે તમારો ટેસ્ટી દૂધપાક તૈયાર થઇ જશે. તેને ગરમાગરમ સર્વ કરો.

Source: social-media

Source: social-media