Nov 10, 2025
શિયાળામાં દૂધીમાંથી તમે ટેસ્ટી દૂધીનો હલવો બનાવી શકો છો.
દૂધીનો હલવો બનાવવો એકદમ સરળ છે. તેની અહીં રેસીપી જણાવી રહ્યા છીએ.
છીણેલી દૂધી, દૂધ, દૂધની મલાઇ, ઘી, ખાંડ, મિલ્ક પાઉડર, કાજુ, બદામ, કિશમિશ, એલાઇચીનો પાઉડર.
સૌ પ્રથમ દૂધીની છાલ ઉતારો અને છીણી લો. છીણેલી દૂધીમાંથી વધારાનું પાણી કાઢવા માટે તેને નિચોવી લો.
હવે એક કડાઈમાં દૂધ ગરમ કરવા મૂકો. દૂધ ગરમ થઈ જાય પછી તેમાં છીણેલી દુધી ઉમેરો અને દૂધની મલાઈ પણ નાખો. હવે તેને ધીમા તાપે હલાવતા રહો અને પકાવો.
દૂધ નાખ્યા પછી હલવાને સતત ધીમા તાપે હલાવતા રહેવું જેથી તે નીચે દાઝી ના જાય. દૂધ ઓછું અથવા ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી હલાવતા રહો.
દૂધ ઘટ્ટ થઈ જાય પછી તેમાં ખાંડ ઉમેરો અને હલાવો. ખાંડનું પાણી બળી જાય પછી તેમાં મિલ્ક પાઉડર ઉમેરો.
તેને સતત ચમચાથી હલાવીને મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી અને સૂકું થવા લાગે ત્યાં સુધી પકાવો.
આ પછી ગેસને બંધ કરી દો. તેમાં એલાઇચીનો પાઉડર નાખો અને બરાબર મિક્સ કરો.
સ્વાદિષ્ટ દુધીનો હલવો બનીને તૈયાર છે. તેના પર બદામ, પિસ્તા, કિશમિશની કતરણી નાખો અને સર્વ કરો.