દૂધીનો હાંડવો રેસીપી, ઘરે જ બનાવો એકદમ સ્વાદીષ્ટ

Jun 05, 2025, 09:39 PM

દૂધીનો હાંડવો

દૂધીનો હાંડવો એક પૌષ્ટિક નાસ્તો છે. જે ઘણા લોકોને પસંદ હોય છે.

દૂધીનો હાંડવો રેસીપી

દૂધીનો સ્વાદીષ્ટ હાંડવો તમે ઘરે સરળતાથી તૈયાર કરી શકો છો. અહીં તેની રેસીપી જણાવી રહ્યા છીએ.

દૂધીનો હાંડવો સામગ્રી

દૂધી, રવો, ચણાનો લોટ, આદુ-લસણ પેસ્ટ, તલ, રાઈ, લાલ મરચું પાવડર, લીંબુનો રસ, કળીપત્તા, ખાવાના સોડા. ગરમ મસાલો, અજમો કોથમીર.

દૂધીનો હાંડવો બનાવવાની રીત

દૂધીને છોલીને ધોઈને એક વાસણમાં છીણી લેવી. ત્યારબાદ તેમાં રવો, ચણાનો લોટ, આદુ-લસણ પેસ્ટ, અજમો, મરચાં પાવડર, લીબુંનો રસ, મીઠું, ગરમ મસાલો કોથમીર ઉમેરી લો.

સ્ટેપ 2

આ બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી લો અને 15 મિનિટ સુધી આ તેને ઢાંકીને એકબાજુએ મૂકી દો.

સ્ટેપ 3

આ પછી તેમાં દહીં અને તેલ ઉમેરીને મિક્સ કરી લો. હવે તેની ઉપર 2 ચપટી સોડા અને ઉપર 1 ચમચી પાણી નાખીને હલાવી લો. મિશ્રણ થોડું ઢીલું હોવું જોઈએ.

સ્ટેપ 4

ઢોકળા બાફીએ તે રીતે વાસણમાં રીંગ તથા પાણી ઉમેરી દો અને ગેસ પર ગરમ થવા મૂકી દો. એક થાળીમાં તેલ ચોપળીને આ ખીરુ તેમાં પાથરી દો.

સ્ટેપ 5

આ થાળીને ઢોકળાના વાસણમાં રીંગ પર મૂકીને વાસણ ઢાંકી દો અને ગેસની મધ્યમ આંચે 15-20 મિનિટ સુધી બફાવા દો. ત્યારબાદ તેમાં ચપ્પૂ નાખીને તપાસી લો.

સ્ટેપ 6

જો ચપ્પૂમાં મિશ્રણ ચોંટ્યું ન હોય તો દૂધીનો હાંડવો તૈયાર છે. હવે તેના તમે યોગ્ય રીતે કટકા કરી લો.

સ્ટેપ 7

એક કડાઇ તેલ ગરમ કરી તેમાં રાઈનો વઘાર કરો. રાઈ તતડે એટલે તલ, કળીપત્તાના પાન વઘારીને તેમાં હાંડવાના પીસ ગોઠવી દો. ગેસની મધ્યમ આંચે બંને બાજુએથી શેકી લો.