May 21, 2025
દૂધીના મુઠીયા એક ફેમસ ગુજરાતી વાનગી છે. તે ઘણી જ સ્વાદીષ્ટ બને છે.
દૂધીના મુઠીયા તમે ઘરે પણ સરળતાથી બનાવી શકો છો. અહીં આ રેસીપી જણાવી રહ્યા છીએ. જે એકદમ પોચા અને ટેસ્ટી બનશે.
ઘઉં નો લોટ, ચણા નો લોટ, દૂધી, આદુ-લસણ ની પેસ્ટ, લીલાં મરચાં, કોથમીર, લીંબુનો રસ, ખાંડ, મીઠું, લાલ મરચું, હળદર, હિંગ, ધાણાજીરું પાવડર, ગરમ મસાલો, તેલ, રાઇ, તલ, મીઠા લીમડાના પાન, પાણી.
સૌ પ્રથમ દૂધીની છાલ ઉતારીને તેને છીણી લો. આ પછી એક બાઉલમાં ઘઉંનો લોટ લો અને તેમાં ચણાનો લોટ ઉમેરો. આ પછી હવે તેમાં છીણેલી દૂધી ઉમેરો.
આ પછી તેમાં લસણ,આદુની પેસ્ટ, સમારેલાં મરચાં, સમારેલી કોથમીર, લાલ મરચું પાઉડર, મીઠું, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો, ખાંડ, ઉમેરી બધી સામગ્રી મિક્સ કરો.
આ પછી જરૂર મુજબ પાણી ઉમેરી મીડિયમ નરમ લોટ બાંધી લો. આ લોટ માંથી મુઠીયા બનાવી અથવા રોલ બનાવી સ્ટીમરમાં મૂઠીયા બાફી લો.
ત્યાર બાદ મુઠીયા ઠંડા પડે એટલે તેનાં નાના-નાના ચપ્પાથી કટકા કરવા.
એક કડાઈમાં તેલ ગરમ કરો. તેમાં રાઇ, તલ, હિંગ, મીઠાં લીમડાના પાનનો વઘાર કરી તેમાં મુઠીયા ઉમેરી મિક્સ કરો અને એક-બે મિનિટ મુઠીયા સાંતળી લો.
આ રીતે તમારા ટેસ્ટી દૂધીના મુઠીયા તૈયાર થઇ જશે. તેની ઉપર લીંબુનો રસ અને કોથમીર વડે ગાર્નિશ કરી સર્વ કરો. આ મુઠીયા ગ્રીન ચટણી, દહીં અથવા ચા જોડે ખાઈ શકો છો.