Jul 26, 2025
2 કપ ઘઉંનો લોટ, 1 કપ દૂધી, 1/2 કપ ચણાનો લોટ, 1/2 ચમચી ગરમ મસાલો, 2 ચમચી દહીં, 1/2 ચમચી ધાણા જીરું પાઉડર,
1/2 ચમચી લાલ મરચું પાવડર, 2 બારીક સમારેલ લીલા મરચા, 1 ચમચી છીણેલું આદુ, 1/2 હળદર પાવડર, મીઠું - સ્વાદ મુજબ, જરૂર મુજબ તેલ
દૂધીના થેપલા બનાવવા માટે, સૌ પ્રથમ એક મોટા બાઉલમાં ઘઉંનો લોટ લો અને તેમાં ચણાનો લોટ મિક્સ કરો.
હવે એક દૂધી લો અને તેને છોલી લો. હવે લોટમાં છીણેલું દૂધી ઉમેરો. હવે તેમાં બારીક સમારેલી કોથમીર, બારીક સમારેલી લીલા મરચાં, છીણેલું આદુ, હળદર પાવડર, લાલ મરચું પાવડર અને મીઠું ઉમેરો.
તેમાં જીરું પાવડર, ધાણા પાવડર અને ગરમ મસાલો ઉમેરો, હવે તેમાં દહીં ઉમેરો અને મિક્સ કરો. થોડું તેલ ઉમેરો અને લોટ બાંધો.
હવે તૈયાર કરેલા કણકનો એક બોલ લો અને તેમાં કોરો લોટ લગાવો અને થેપલાને વણી લો. હવે એક પેન ગરમ કરો અને તેના પર થેપલા નાખી અને તેને કુક કરો.
હવે તેમાં થોડું તેલ ઉમેરો અને પછી તેને બીજી બાજુ ફેરવો. તેને સારી રીતે કુક થાય એટલે પ્લેટમાં કાઢી લો. તેને ચા સાથે સર્વ કરો.