નવી ટ્રીકથી માવા વગર બનાવો મલાઈદાર દૂધીનો હલવો

Jun 01, 2025, 06:42 PM

મલાઈદાર દૂધીનો હલવો નો આનંદ ઉઠાવવા માટે તમારે કોઈ પ્રસંગ અથવા તહેવારની રાહ જોવાની જરૂર નથી. તે ગમે ત્યારે બનાવી શકાય છે.

દૂધીનો હલવો માત્ર થોડી જ મિનિટોમાં ઘરે બનાવી શકાય છે અને તેને બનાવવા માટે ઓછી સામગ્રીનીજ જરૂર પડે છે.

દૂધીનો હલવો અહીં બનાવ્યો છે જે નવી ટ્રીકથી બનાવ્યો છે માવા વગર મલાઈદાર દૂધીનો હલવો બનાવવાની સિક્રેટ ટિપ્સ જાણો

સામગ્રી

2 કપ છીણેલી દૂધ, 1 કપ (૨૫૦ મિલીલીટર) ફૂલ ફેટ દૂધ, 3 ટેબલસ્પૂન કંડેંસડ મિલ્ક, 2 ટેબલસ્પૂન ઘી (બટર), 3 ટેબલસ્પૂન ખાંડ, 10 ટુકડાઓમાં કાપેલા કાજુ, 10 ટુકડાઓમાં કાપેલી બદામ, 15 કિશમિશ,1/4 ટીસ્પૂન એલચીનો પાઉડર

દૂધીનો હલવો રેસીપી

દૂધીની છાલ ઉતારો અને છીણી લો. છીણેલી દૂધીમાંથી વધારાનું પાણી કાઢવા માટે તેને નિચોવી લો.

દૂધીનો હલવો રેસીપી

એક કડાઈમાં મધ્યમ આંચ પર ઘી ગરમ કરો. તેમાં છીણેલી દૂધી નાખોં, તેને ચમચાથી સતત હલાવીને 4 મિનિટ માટે સાંતળો.

દૂધીનો હલવો રેસીપી

તેમાં ફૂલ ફેટ દૂધ અને કંડેંસડ મિલ્ક નાખોં, બરાબર મિક્ષ કરો અને મિશ્રણને ઉકળવા માટે મૂકો.

દૂધીનો હલવો રેસીપી

જ્યારે મિશ્રણ ઉકળવાનું શરૂ થાય ત્યારે આંચને ધીમી કરી દો અને તેને ઘટ્ટ થાય ત્યાં સુધી પકાવો. તેમાં લગભગ 15 મિનિટનો સમય લાગશે.

દૂધીનો હલવો રેસીપી

ચમચાથી મિશ્રણને સતત હલાવતા રહો. તેમાં ખાંડ, કાપેલા કાજુ, કિશમિશ અને કાપેલી બદામ નાખોં.

દૂધીનો હલવો રેસીપી

તેને સતત ચમચાથી હલાવીને મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી અને સૂકું થવા લાગે ત્યાં સુધી પકાવો. તેમાં લગભગ 4 મિનિટનો સમય લાગશે.

દૂધીનો હલવો રેસીપી

ગેસને બંધ કરી દો. તેમાં એલચીનો પાઉડર નાખોં અને બરાબર મિક્ષ કરો. સ્વાદિષ્ટ દૂધીનો હલવો પીરસવા માટે તૈયાર છે.

ડુંગળી ઉત્તપમ, ટેસ્ટી અને ઓથેન્ટિક સ્વાદ માટે આ ટ્રીક અપનાવો