દૂધી ઉત્તપમ રેસીપી, દુધીનો નવો હેલ્ધી નાસ્તો

Jun 20, 2025, 03:51 PM

દૂધી ખાવાના ફાયદા

દૂધીનું સેવન શરીરને અંદરથી ઠંડક આપે છે, જેથી ગરમીથી થતું ડીહાઇડ્રેશન અને બળતરા અટકાવી શકાય. દૂધી કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસથી ભરપૂર હોવાથી હાડકાં મજબૂત બનાવે છે, અહીં દૂધી ઉત્તપમ રેસીપી આપી છે.

દૂધી ઉત્તપમ રેસીપી સામગ્રી

1 કપ પલાળેલા ચોખા, 1-2 બટાકા, મધ્યમ કદની દૂધી, 1/2 ચમચી બેકિંગ સોડા, જરૂર મુંબ તેલ, 1 ચમચી રાય, 1 ચમચી તલ, થોડો મીઠો લીમડો, લીલા મરચા, કોથમીર અને સમારેલ ડુંગળી

દૂધી ઉત્તપમ રેસીપી

1 કપ ચોખાને 1 કલાક માટે પલાળી રાખો અને 1-2 બટાકાને ઉકાળો.

દૂધી ઉત્તપમ રેસીપી

હવે મધ્યમ કદની દૂધીને છોલીને છીણી લો અને વધારાનું પાણી નીચોવી લો, પલાળેલા ચોખાને બ્લેન્ડરના જારમાં બાફેલા બટાકા સાથે નાખો અને દૂધી ઉમેરો.

દૂધી ઉત્તપમ રેસીપી

જે આપણે પહેલા નિચોવી લીધું છે અને તેને બારીક બેટરમાં પીસી લો.

દૂધી ઉત્તપમ રેસીપી

હવે વઘાર મુકો, એમાં રાઈ , તલ, સમારેલો મીઠો લીમડો ઉમેરો અને સમારેલા લીલા મરચા, ધાણા અને ડુંગળી ઉમેરો.

દૂધી ઉત્તપમ રેસીપી

તૈયાર વઘારને બનાવેલા બેટરમાં ઉમેરો અને બધું બરોબર મિક્ષ કરો.

દૂધી ઉત્તપમ રેસીપી

બધું મિક્સ કરો અને 1/2 ચમચી બેકિંગ સોડા ઉમેરો અને થોડી વાર માટે રેસ્ટ આપો, બેટરને ધીમા-મધ્યમ તાપ પર કુક કરો.

દૂધી ઉત્તપમ રેસીપી

ત્યારબાદ તેને બન્ને બાજુ તેલ નાખી સારી રીતે કુક કરી લો એટલે તમારા દૂધી ઉત્તપમ તૈયાર છે, તેને ચટણી સાથે સર્વ કરો.

રામ લાડુ રેસીપી, દિલ્હીનું ફેમસ સ્ટ્રીટ ફૂડ, વરસાદી માહોલ માટે પરફેક્ટ !