દમ આલૂ એ એક પંજાબી શાક છે. જોકે તે ગુજરાતમાં પણ ઘણું ખવાય છે.
તમે ઘરે પણ હોટલ જેવું ટેસ્ટી અને સ્વાદીષ્ટ દમ આલુ બનાવી શકો છો. અહીં તેની રેસીપી જણાવી રહ્યા છીએ.
નાના બટેકા, તેલ, હળદર, બારીક સમારેલી ડુંગળી, હીંગ, તમાલ પત્ર, સુકા ધાણા, જીરું, મીઠું, આદુ લસણની પેસ્ટ, તજ લવિંગ ધાણાનો પાઉડર, લાલ સુકા મરચા, ટોમેટો પ્યુરી, લાલ મરચું પાઉડર, કસૂરી મેથી, પાણી.
બાફેલા બટાકાની છાલ ઉતારી દો. આ પછી એક કડાઈમાં થોડું તેલ ગરમ કરો. તેમાં બાફેલા બટાકા નાખો અને તેને મધ્યમ આંચ પર હલ્કા ગોલ્ડન રંગના થાય ત્યાં સુધી સાંતળો. ત્યારબાદ તેને એક થાળીમાં કાઢો.
આ પછી કડાઈમાં તેલ ગરમ કરો. તેમાં એક ચપટી હીંગ, તમાલ પત્ર અને કાપેલી ડુંગળી નાખો. ડુંગળીને હલ્કી બદામી રંગની થાય ત્યાં સુધી સાંતળો. તેમાં આદું-લસણની પેસ્ટ નાખો અને થોડી સેકંડ માટે સાંતળો.
બીજી તરફ સૂકા ધાણા, જીરું, એલચી, તજ, લવિંગ અને કાજુને મિકસરમાં બારીક પીસી લો. આ મસાલા પાઉડર તેલ વાળી કડાઇમાં નાખો અને 1 મિનિટ માટે સાંતળો.
આ પછી હળદર અને લાલ મરચું પાઉડર નાખો. આ પછી તેમાં બટાકા, કસૂરી મેથી, ખાંડ અને મીઠું નાખોં. તેને બરાબર મિક્સ કરો અને થોડીવાર માટે ધીમી આંચ પર પકાવો.
ત્યારબાદ તેમાં થોડું પાણી નાખો ઉકળવા દો. જ્યારે તે ઉકળવા લાગે ત્યારે ગ્રેવીને ઢાંકીને ધીમી આંચ પર થોડી મિનિટ સુધી સુધી પકાવો.
આ પછી ગેસને બંધ કરી દો અને દમ આલૂને એક બાઉલમાં કાઢી લો. તેના પર લીલા ધાણા નાખીને ગરમાગરમ સર્વ કરો.