શાકમાં દરરોજ શું બનાવવું તે દરેક ગૃહિણીને પજવતો પ્રશ્ન છે. બાળકો અને ઘરના વડીલો બધાને ભાવે તેવું શાક હોય તો પરેશાની ઓછી થઈ જાય છે
12-15 બાફેલી નાની બટાકીઓ 1 મોટી ઝીણી સમારેલી ડુંગળી અડધો કપ દહીં 1 તમાલપત્ર તજનો નાનકડો ટુકડો 4 લવિંગ 8-10 કાજૂ 1 નાની ચમચી લાલ મરચું પાઉડર 1 નાની ચમચી ધાણાજીરું 1/4 ચમચી હળદર 1 નાનો ટુકડો આદુ લસણની 10 કળીઓ 1 મોટી ચમટી ટામેટાની પ્યૂરી અડધી નાની ચમચી જીરું તેલ જરૂર મુજબ મીઠું જરૂર મુજબ પાણી જરૂર મુજબ
સૌપ્રથમ બાફેલા બટાકાને છોલીને કાંટાથી તેમાં કાણાં પાડી લો. મીડિયમ આંચ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો
હવે આ જ તેલમાં તજ, લવિંગ, ડુંગળી, આદુ, લસણ, ટામેટું અને કાજૂ નાખીને ફ્રાય કરો. ગોલ્ડન રંગના થાય એટલે કાઢીને મિક્સચરમાં પીસી લો હવે ફરીથી કડાઈમાં તેલ ગરમ કરો
તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને તમાલપત્ર નાખીને તતડાવો. જીરું તતડી જાય એટલે તેમાં ટામેટાંની પ્યૂરી અને તૈયાર કરેલી પેસ્ટ ઉમેરો. પેસ્ટમાંથી તેલ છૂટું પડવા લાગે ત્યારે તેમાં હળદર, ધાણાજીરું, લાલ મરચું અને મીઠું નાખીને બરાબર મિક્સ કરી લો
આ પછી તેમાં દહીં અને પાણી નાખીને થોડી વાર ઉકળવા દો. એક ઉભરો આવે એટલે તેમાં ફ્રાઈડ બટકાં ઉમેરીને લગભગ 5 મિનિટ સુધી ચડવા દો. ગ્રેવી ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દો. તૈયાર કરેલા દમ આલૂને રોટલી કે નાન સાથે સર્વ કરો