1 કપ ચણાનો લોટ, 1/3 ચમચી અજમો, 1/5 ચમચી હળદર પાઉડર, બેકિંગ સોડા, 1 થી 5 ચમચી તેલ, 2 થી 5 ચમચી પાણી, સ્વાદ પ્રમાણે મીઠું, તળવા માટે તેલ.
ફાફડા બનાવવા માટે એક વાસણમાં ચણાના લોટ મિક્ષ કરો. ચણાના લોટમાં સ્વાદ અનુસાર મીઠું બેકિંગ સોડા, અજમો, હળદર પાઉડર અને તેલ ઉમેરો.
ત્યારબાદ લોટને બરોબર મિક્ષ કરો, પછી મીડીયમ કણક લોટ બાંધી લો.
લોટમાંથી નાના નાના લુઆ બનાવો, લુઆને પાતળા પર હથેળી વડે લમ્બો આકાર આપી દો, ત્યારબાદ ફાફડાને પાતળા પરથી ઉખાડી લો.
તેલ ગરમ થાય એટલે બધા ફાફડા ડીપ ફ્રાય કરી લો, બધા ફાફડા આ રીતે તૈયાર કરી લો.
હવે ફાફડા તૈયાર થઇ જાય એટલે ગરમ ગરમ સ્વાદિષ્ટ કઢી, જલેબી, મરચા અને પપૈયાના સંભારો સાથે સર્વ કરો.