Oct 01, 2025
દશેરાના દિવસે ફાફડા અને જલેબી ખાવામાં આવે છે. બજારની જલેબી અનહેલ્ધી હોય છે. તમને બીમાર કરી શકે છે.
તમે ઘરે જ બહાર જેવી ટેસ્ટી જલેબી બનાવી શકો છો. અહીં જલેબી બનાવવાની રેસીપી જણાવી રહ્યા છીએ.
મેંદો, કોર્ન ફ્લોર, બેકિંગ પાઉડર, દહીં, પાણી, ખાંડ, લીંબુ નો રસ, એલચીનો પાઉડર, કેસરના તાંતણા
એક બાઉલમાં મેંદો ચાળી લો. તેમાં કોર્ન ફ્લોર, બેકિંગ પાઉડર, દહીં અને જરૂર પ્રમાણે પાણી ઉમેરી ઘટ્ટ ખીરું બનાવો. ધ્યાન રહે કે ખીરામાં કોઈ ગાંઠ ન રહે.
ખીરાને ઢાંકીને 24 કલાક માટે આથો થવા માટે રાખો. 24 કલાક પછી ઢાંકણ હટાવો. તમને ખીરાની સપાટી પર નાના પરપોટા દેખાશે અને હલ્કી ખાટી ગંધ આવશે. ખીરાને ચમચીથી બરાબર હલાવી લો. જલેબી બનાવવા માટે એક ઝિપલોક બેગમાં ખીરું નાખો.
એક તપેલીમાં ખાંડ, કેસરના તાંતણા, એલચીનો પાઉડર અને પાણી નાખી મધ્યમ આંચ પર પકાવવા માટે મૂકો. તેને 1 તારની ચાસણી થઈ જાય ત્યાં સુધી પકાવો.
જ્યારે 1 તારની ચાસણી થઈ જાય ત્યારે લીંબુનો રસ નાખો. તેને બરાબર મિક્સ કરો અને ગેસને બંધ કરી દો. આ રીતે ચાસણી તૈયાર છે.
જલેબીને તળવા માટે એક કડાઈમાં ધીમા ગેસ પર ઘી કે તેલ ગરમ કરો. તેલ તળવા માટે તૈયાર હોય ત્યારે બોટલ ઝિપલોક બેગને દબાવીને ગોળ ગોળ ફેરવીને જલેબી બનાવો.
તેને 2-3 વાર ચીપિયાથી પલટો જેથી તે સમાનરૂપે ગોલ્ડન થાય. તેને હલ્કી ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો. આ પછી તેને તેલમાંથી કાઢી લો અને તરત જ ગરમ ચાસણીમાં નાખો. તેને લગભગ થોડી મિનિટ માટે ચાસણીમાં રાખો.
આ પછી ચાસણીમાંથી જલેબી કાઢો અને એક પ્લેટમાં રાખો. જલેબી પીરસવા માટે તૈયાર છે. તમે તેને ફાફડા સાથે ખાઇ શકો છો.