Dussehra 2025 । દશેરા સ્પેશિયલ ખાંડ વગરની સ્વસ્થ ખીર

Sep 30, 2025, 03:20 PM

હિન્દુ ધર્મમાં દશેરાનું વિશેષ મહત્વ છે. આ તહેવાર દર વર્ષે આસો સુદ દશમના દિવસે ઉજવવામાં આવે છે. દશેરાને અધર્મ પર ધર્મની જીત તરીકે ઉજવવામાં આવે છે.

દશેરા આ વર્ષે 2 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે, આ દિવસે ફાફડા જલેબી ખાવાનું મહત્વ છે, પરંતુ તમારે હેલ્ધી અને ટેસ્ટી કંઈક ખાવું હોઈ તો ખીર ટ્રાય કરી શકો છો.

ખાંડ વગર બનાવામાં આવતી આ ખીર ડાયાબિટીસ ધરાવતા લોકો, વજન ઘટાડતા લોકો માટે પરફેક્ટ હેલ્ધી ઓપ્શન છે જે બધાને ભાવશે, અહીં જાણો હેલ્ધી ખીર રેસીપી

સામગ્રી

1/2 કપ કાજુ, 1 કપ મખાના, 1/2 કપ ચોખા, 3 કપ દૂધ દૂધ, 1/2 ચમચી ઈલાયચી પાવડર, ગોળ તમારા ટેસ્ટ મુજબ

ખીર રેસીપી

સૌ પ્રથમ કાજુ, મખાના, ચોખા અને દૂધને 2 કલાક પલાળી રાખો, તેને બ્લેન્ડરમાં ઉમેરો અને સ્મૂધ પેસ્ટ બનાવો.

ખીર રેસીપી

એક પેનમાં થોડું દૂધ ઉકાળો અને તેને ઉકાળો. બનાવેલી પેસ્ટ, ઈલાયચી પાવડર ઉમેરો અને તેને મિક્સ કરો.

ખીર રેસીપી

તે થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી કુક કરો, ગેસ બંધ કરો અને ગોળ પાવડર ઉમેરો. સારી રીતે મિક્સ કરો. આને સંપૂર્ણપણે ઠંડુ થવા દો.

ખીર રેસીપી

ખાંડ વગરની ખીર ઠંડી થઇ જાય એટલે સર્વ કરો, તમે તમારા સ્વાદ અનુસાર એમાં ગોળ ઉમેરી શકો છો.