Sep 29, 2025
દશેરાના દિવસે ફાફડા અને જલેબી ખાવામાં આવે છે. જોકે બહાર બનેલી વસ્તુઓ અનહેલ્ધી હોય છે. જે તમને બીમાર કરી શકે છે.
જોકે તમે ઘરે ફાફડા બનાવી શકો છો. ફરસાણની દુકાન જેવા ટેસ્ટી ફાફડા બનાવવાની રેસીપી અહીં જણાવી રહ્યા છીએ.
ચણાનો લોટ (બેસન), તેલ, ચપટી સોજીના ફૂલ, પાણી, અજમો, મીઠું સ્વાદ મુજબ
ફાફડા બનાવવા માટે એક બાઉલમાં ચણાનો લોટ, ચપટી સોજીના ફૂલ, અજમો અને મીઠું નાખો અને બરાબર મિક્સ કરો.
આ પછી પાણી નાખીને મુલાયમ લોટ બાંધો. લોટનો એક નાનો ભાગ લો અને તમારી હથેળીઓ વચ્ચે નળાકાર રોલમાં ફેરવો.
રોલને ચોપિંગ બોર્ડ અથવા કોઈપણ સપાટ સપાટીની એક બાજુ પર મૂકો.
આ પછી તમારી હથેળીની મદદથી દબાવીને ઊભી રીતે ખેંચો જેથી એક લાંબી પટ્ટી બને. આ પછી ચપ્પા વડે ધીમેથી પટ્ટીને ઢીલી કરો.
આ દરમિયાન ગેસ પર કડાઇમાં તેલ ગરમ કરો અને તેમાં ફાફડા ઉમેરો. બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
આ રીતે તમારા ટેસ્ટી ફાફડા તૈયાર થઇ જશે. તમે તેને જલેબી, કઢી અથવા મરચા સાથે ખાઇ શકો છો.