Sep 14, 2025
દિવસની શરૂઆત સ્વાદિષ્ટ અને પૌષ્ટિક નાસ્તા સાથે થાય તો આખો દિવસ સારો જાય છે. અહીં અઠવાડિયાના 7 દિવસ માટે 7 નાસ્તાની રેસીપી આપી છે. આ નાસ્તો ઘરમાં રહેલી સામગ્રી માંથી સરળતાથી બની જાય છે.
તમે અઠવાડિયાના પ્રથમ દિવસની શરૂઆત સ્વાદિષ્ટ પૌંવા સાથે કરી શકો છો. પૌંવા ભારતનો પ્રખ્યાત નાસ્તો છે, જે સરળથાથી બની જાય છે. પૌંવાનો સ્વાદ વધારવા માટે ડુંગળી, મીઠા લીમડાના પાન, રાઇ, સીંગદાણા ઉમેરવાનું ભૂલશો નહીં. તમારા સ્વાદ અનુસાર સૂકા મસાલા પણ ઉમેરો. પૌવા પીસરતી વખતે તેમાં રતલામી સેવ પણ ઉમેરો. ગરમા ગરમ પૌંવા સાથે ચા પીવાની મજા પડે છે.
ચીલા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ હોય છે. સૌથી સારી વાત એ છે કે જો તેનું ખીરું રાત્રે તૈયાર કરવામાં આવે તો તેને સવારે ઝડપથી બનાવી શકાય છે. નાસ્તામાં ચણાના લોટના ચીલા કે મગ દાળના ચીલા બનાવી શકાય છે. ચીલામાં ઝીણા સમારેલા ટામેટા, ડુંગળી, બીટ, ગાજર ઉમેરી તેને વધુ પૌષ્ટિક બનાવી શકાય છે.
સોજી ખાવાથી શરીરને નુકસાન થતું નથી. જ્યારે મેંદો હાનિકારક છે. આ કિસ્સામાં, તમે બુધવારે સોજી માંથી ઉત્તપમ બનાવી શકો છો. તેમાં ઘરે ઉપલબ્ધ શાકભાજી ઉમેરવાનું ભૂલશો નહીં. શેઝવાન સોસ અથવા ચટણી સાથે પીરસો.
ઇડલી બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેકને પસંદ આવે છે. આવી સ્થિતિમાં, તમે ગુરુવારે ઇડલી બનાવી શકો છો. તેને સોજી અથવા ચોખા માંથી બનાવો. ઇડલીમાં દહીં ઉમેરો. તેનાથી તેનો સ્વાદ વધશે. તેમજ સોડા ઉમેરવાથી ઇડલી રૂ જેવી પોચી અને નરમ બને છે.
શુક્રવારના નાસ્તામાં તમે મસાલા ઓટ્સ બનાવી શકો છો. તેને ખાધા પછી, તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો. તેમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન અને ફાઇબર હોય છે.
શનિવારે નાસ્તામાં તમે ઉપમા બનાવી શકો છો. સોજી માંથી બનેલું ઉપમા ખાવામાં સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. તેને બનાવવા માટે ઘરમાં ઉપલબ્ધ શાકભાજીનો ઉપયોગ કરો. તે એક હેલ્ધી બ્રેકફાસ્ટ છે.
નાસ્તામાં ગરમા ગરમ થેપલા અને ચા સાથે રવિવારની શરૂઆત દરેક વ્યક્તિને ગમે છે. થેપલા પ્રખ્યાત ગુજરાતી વાનગી છે. થેપલા ઘઉંના લોટમાં લીલી મેથી અને વિવિધ મસાલા ઉમેરીને બને છે. થેપલા ચા, અથાણું, દહીં કે ચટણી સાથે ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે.