Chinese Rice : સરળ રીતે બનાવો પરફેક્ટ ચાઈનીઝ રાઈસ, રેસ્ટોરન્ટના જશો, જાણો રેસીપી

Jun 21, 2024, 02:37 PM

વધેલા રાઈસમાંથી મોટાભાગે આપણે સરળ રીતે વઘારી છીએ, પરંતુ તેને થોડી ચાઈનીઝ ટચ આપી ચાઈનીઝ રાઈસ બનાવશો તો તમે રેસ્ટોરન્ટના ખાવાનું ભૂલી જશો, અહીં જાઓ પરફેક્ટ ચાઈનીઝ રાઈસ રેસીપી

સામગ્રી

2 ચમચી તેલ, 1 કપ સમારેલી ડુંગળી, 1/2 ચમચી લસણની પેસ્ટ, 1/2 ચમચી આદુની પેસ્ટ, 3 બાઉલ રાંધેલા ભાત (રાઈસ), 1/2 કપ જીણા સમારેલ ગાજર, 1/2 કપ બીન્સ, 1/2 કપ કેપ્સિકમ, કોબીજ, 1/2 ચમચી ચીલી સોસ, 1/2 ચમચી સોયા સોસ અને 1/2 ચમચી કેચઅપ, 1/2 વિનેગર અને સ્વાદ અનુસાર મીઠું

ચાઈનીઝ રાઈસ રેસીપી

સૌ પ્રથમ એક2 ચમચી તેલ નાખો, તેમાં સામગ્રીમાં જણાવ્યા મુજબ સમારેલી ડુંગળી નાખો તેને ગોલ્ડન બ્રાઉન થવા દો.

ચાઈનીઝ રાઈસ રેસીપી

ત્યારબાદ તેમાં આદુ લસણની પેસ્ટ ઉમેરો, હવે તેમાં કેપ્સિકમ, બીન્સ, સમારેલ ગાજર ઉમેરી સારી રીતે મિક્ષ કરો.

ચાઈનીઝ રાઈસ રેસીપી

આ મિક્ષરને થોડી વાર માટે કુક થવા દો, હવે તેમાં રાંધેલા ભાત નાખો, ત્યારબાદ ચીલી સોસ, સોયા સોસ, કેચઅપ, વિનેગર અને સવડ અનુસાર મીઠું ઉમેરી સારી રીતે મિક્ષ કરી સર્વ કરો.

Weight Loss Soup : ફટાફટ વજન ઘટાડવું છે? આ સૂપ થશે મદદરૂપ, જાણો સરળ સૂપ રેસીપી