200 ગ્રામ પાલક, 150 ગ્રામ પનીર, 2 સમારેલ ડુંગળી, 2 ટામેટા, 1 ચમચી, આદુ લસણની પેસ્ટ, સ્વાદ અનુસાર મીઠું, 2 ચમચી, 1/2 આખું જીરું, 1 ચમચી લાલા મરચું પાઉડર, 1 ચમચી હળદર પાઉડર, 1 ચમચી ધાણા જીરું પાઉડર
સૌ પ્રથમ પનીર અને પાલક સમારીને રાખો, સમારેલ પાલક ને ધોઈને બાફી લો ત્યારબાદ તેને મિક્ષરમાં બ્લેન્ડ કરી લો.
ગ્રેવી કર્યા બાદ વઘાર માટે એક પેનમાં 2 ચમચી તેલ ગરમ કરો તેમાં જીરું નાખો, જીરું તતડે એટલે એમાં આદુ મરચાની પેસ્ટ નાખો, ત્યારબાદ સમારેલ ડુંગળી અને ટામેટા નાખો,
હવે તેને 2 મિનિટ માટે ધીમી આંચે કુક કરો, હવે તેમાં બેઈઝીક મસાલા એડ કરો, જેમાં લાલ મરચું પાઉડર, હળદર પાઉડર અને ધાણા જીરું પાઉડર નાખો.
હવે વઘારમાં પાલકની ગ્રેવી એડ કરો અને 5 થી 7 મિનિટ માટે કુક કરો અને છેલ્લે પનીર એડ કરો. ત્યારબાદ તેલમાં લસણનો વઘાર કરી સબ્જી પરાઠા સાથે સર્વ કરો.