Sep 03, 2025
બજારમાં મળતી ચોકલેટ કેકમાં ભેળસેળ હોય છે ક્યારેક ઇંડા પણ હોય છે. જોકે તમે ઘરે એકદમ શુદ્ધ ચોકલેટ કેક બનાવી શકો છો.
ચોકલેટ કેકની ખાસિયત એ છે કે તમારે તેના માટે ઓવનની પણ જરૂર નહીં પડે. તમે તેને ઘરે સરળતાથી કુકરમાં બનાવી શકો છો. અહીં તેની રેસીપી જણાવી રહ્યા છીએ.
મેંદાનો લોટ, દળેલી ખાંડ, દૂધ, કોફી પાવડર, ચોકલેટ, ઘી, બેકિંગ પાવડર, ઇનો.
ચોકલેટ કેક બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણમાં મેંદાનો લોટ, ખાંડ, કોફી પાવડર, બેકિંગ પાવડર અને ઇનો નાખી તેને ચાળી લો.
આ પછી હવે દૂધમાં ચોકલેટ અને મેંદામાં ઘી મિક્સ કરી દૂધની મદદથી કેક બેટર તૈયાર કરો.
ત્યારબાદ એક બાઉલમાં થોડું ઘી લગાવો તેમાં મેંદાનો લોટ નાખી કેકનું તૈયાર કરેલું બેટર નાખો.
આ પછી કુકરમાં મીઠું નાખો અને તેમાં કેક વાળું બાઉલ રાખી અને કેકને બેક કરવા માટે રાખો. ખાસ ધ્યાન રાખો કે કેક બનાવતી વખતે કુકરની સીટી અને રબર કાઢી નાખવાનું છે.
હવે કેકને મધ્યમ આંચ પર લગભગ 40 મિનિટ સુધી બેક કરો. જ્યારે કેક બેક થઈ જાય ત્યારે છરીની મદદથી તપાસો કે તે તૈયાર થઇ જઇ છે કે નહીં.
જો કેક છરી સાથે ચોંટી જાય તો સમજો કે કેક હજી બેક થઈ નથી. તો તેને થોડા વધુ સમય માટે બેક કરો.
આ પછી જ્યારે કેક બેક થઈ જાય ત્યારે પછી તેને ઠંડુ થવા દો અને પછી તેને બહાર કાઢો. આ સાથે જ તમારી સ્વાદિષ્ટ ઇંડા વગરની ચોકલેટ કેક તૈયાર થઇ જશે.