ચોમાસામાં સ્વસ્થ રહેવાના 8 સરળ ઉપાય, બીમારીઓ રહેશે દૂર

Jun 04, 2025, 10:54 AM

ચોમાસાની હેલ્થ ટીપ્સ

ચોમાસાની સીઝન વરસાદ સાથે ઘણી બીમારીઓ સાથે લાવે છે. આથી ચોમાસામાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે.

ચોમાસામાં સ્વસ્થ રહેવાના ઉપાય

ચોમાસામાં ખાણી પીણી થી લઇ કપડાં, બુટ ચપ્પલ અને રાતે સુવા જેવી બાબતોની કાળજી રાખવી જોઇએ.

ભીના કપડા ન પહેરવા

ચોમાસાના વરસાદમાં પલળ્યા બાદ ભીના કપડા તરત જ બદલી લેવા જોઇએ. ભીના કપડા વધારે સમય પહેરવાથી ઠંડી લાગવાની અને શરદી થવાની સંભાવના રહે છે. ભીના કપડા પહેરી પંખાની હવામાં કે એસીમાં વધારે સમય બેસવાથી બીમાર પડી શકાય છે.

ભીના બૂટ ન પહેરવા

ચોમાસાના વરસાદમાં ભીના ચપ્પલ બૂટ પહેરવાનું ટાળો. ભીના બૂટ પહેરવાથી બેક્ટરિયાના કારણે પગમાં રિએક્શન થઇ શકે છે. આથી પ્લાસ્ટીકના ચપ્પલ બુટ રહેવાનો આગ્રહ રાખવો.

બહારનું ભોજન ન ખાવું

ચોમાસાના વરસાદમાં બહારનું ભોજન ન ખાવાનું ટાળવું જોઇએ. ખાસ કરીને લારી પર વેચાતી ચીજવસ્તુઓ ખાવાથી બીમારી થઇ શકે છે. આથી શક્ય હોય તો ઘરે બનાવેલું તાજું ભોજન જ જમવું જોઇએ.

પાણી ઉકાળી પીવું

ચોમાસામાં કોલેરા, ટાઇફોઇડ, મલેરિયા જેવી પાણીજન્ય બીમારી વધારે થાય છે. આથી પાણી ઉકાળીને પીવું જોઇએ. ફ્રિજનું ઠંડુ પાણી કે કોલ્ડ ડ્રિંક્સ પીવાથી બીમારી થઇ શકે છે.

રાતે ભારે ખોરાક ન લેવો

ચોમાસામાં ભોજનનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. ચોમાસાની સીઝનમાં જઠરાગ્નિ મંદી થઇ જાય છે. આથી રાતે ભારે ખોરાક ન લેવો જોઇએ. રાતે તીખી મસાલા વાળી અને તળેલી વાનગી ખાવાનું ટાળો.

હર્બલ ટી પીવો

ચોમાસાના વરસાદમાં શરીરને નીરોગી અને ફ્રેશ રાખવા માટે સવારે હર્બલ ટી પીવી જોઇએ છે. તુલસી, આદુ, ફુદીના, લવિંગ અને એચલીના મસાલા વાળી ચા પીવાથી શરીરમાં ગરમી રહે છે અને બીમારી થતી નથી.

મચ્છર અને કીડા ન થાય

ચોમાસાના મચ્છર અને કીડીનો ઉપદ્રવ વધી જાય છે. મચ્છર કરડવાથી મલેશિયા, ડેન્ગ્યૂ થઇ શકે છે. આથી ઘરેની અંદર અને આસપાસ મચ્છર ન થાય તેનું ધ્યાન રાખો. ઘરની આસપાસ અને છત પર વરસાદનું પાણી ભરાયું હોય તો સાફ કરી દો. મચ્છર દાનીનો ઉપયોગ કરવો જોઇએ.

ડોક્ટરનો સંપર્ક કરવો

ચોમાસામાં તાવ, શરદી થાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઇએ. મેડિકલ સ્ટોર થી ખરીદેલી દવા લેવાનું ટાળવું જોઇએ.