6--7 બદામ, 6-7 કાજુ, 10 પિસ્તા, 3 ખજૂર, 10 કિસમિસ, 10-12 કેસર, 1 કપ દૂધ, 1 સફરજન
સૌ પ્રથમ બદામ, કાજુ, પિસ્તા, કિસમિસ, ખજૂર, કેસરને દૂધમાં 30 મિનિટ માટે પલાળી રાખો.
ત્યારબાદ એક મિક્ષર ગ્રાઈન્ડરમાં કાપેલા સફરજન નાખીને દૂધમાં પલાળેલા ડ્રાયફ્રૂટ્સ નાખો.
હવે ગ્રાઈન્ડરમાં કેસર નાખીને સારી રીતે ગ્રાઈન્ડ કરી લો, થઇ જાય એટલે સ્મૂધીને એક ગ્લાસમાં ટ્રાન્સફર કરો.
સ્મૂધીને ટ્રાન્સફર કરીને એમાં ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશ કરીને સર્વ કરો.