માર્કેટ જેવા ફાફડા ઘરે સરળતાથી બનાવો, રોજ ખાવાની થશે ઇચ્છા

Apr 19, 2025, 09:47 PM

ફાફડા રેસીપી

સવારે નાસ્તામાં ચા સાથે ફાફડા ખાવાની મજા આવે છે. એકદમ ટેસ્ટી સ્વાદ આવે છે.

ઘરે બનાવો

બહારના ફરસાણ જેવા ફાફડા તમે ઘરે પણ બનાવી શકો છો. અહીં અમે ફાફડા બનાવવાની રેસીપી જણાવી રહ્યા છીએ.

ફાફડા બનાવવાની સામગ્રી

ચણાના લોટ, ખાવાના સોડા, હિંગ, મરી પાઉડર, અજમો, તેલ, મીઠું.

ફાફડા બનાવવાની રીત - સ્ટેપ 1

સૌપ્રથમ એક વાસણમાં ચણાના લોટને ચાળી લો. ત્યારબાદ તેમાં મરી પાઉડર, હીંગ, અજમો, ખાવાના સોડા, સ્વાદ પ્રમાણે મીઠું અને તેલનું મોણ ઉમેરો.

સ્ટેપ 2

આ પછી તેમાં જરૂર પ્રમાણે પાણી નાખી અને થોડો સોફ્ટ લોટ બાંધી લો. ત્યારબાદ લોટ ઉપર થોડું ગરમ તેલ નાખો.

સ્ટેપ 3

આ પછી એક પાટલી લો. લોટમાંથી લૂઆ કરી હાથ વડે પાટલી પર લાંબી પટ્ટી કરો. ત્યારબાદ તેને પાતરા ચપ્પા વડે ધીરેથી ઉખેડો.

સ્ટેપ 4

બીજી તરફ ગેસ પર કડાઇ મુકો અને તેલને ગરમ કરો. આ તેલમાં એક પછી એક ફાફડા નાખો અને સરસ રીતે તળાઇ જાય પછી ઝારા વડે કાઢી લઇશું.

સ્ટેપ 5

આ રીતે તમારા ટેસ્ટી ફાફડા તૈયાર થઇ જશે. તમે તેને જલેબી, મરચા, કઢી કે ચટણી સાથે સર્વ કરી શકો છો.