Jul 15, 2025
ફાંજ ના વેલા ગામડામાં ખેતરમાં મોટા પ્રમાણમાં જોવા મળે છે. જેની મદદથી આ રેસીપી બનાવી શકાય છે.
ફાંજીયા એકદમ ટેસ્ટી અને સ્વાદીષ્ટ બને છે. અહીં ફાંજીયાની રેસીપી જણાવી રહ્યા છીએ. એક રીતે તે અડવી જેવી પણ દેખાય છે.
ફાંજના પત્તા, બાજરીનો લોટ, તેલ, રાઇ, તલ, અજમો, વરિયાળી, લવિંગ, લીલા મરચા, લસણ, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો, હળદર પાઉડર, મીઠું, ધાણા જીરું, લીંબુનો રસ, પાણી, ખાંડ.
ફાંજીયા બનાવવા માટે સૌ પ્રથમ ફાંજના પત્તાને સમારી લેવાના. ત્યારબાદ પાણીથી સારી ધોઇ લો.
ત્યારબાદ એક કથરોટમાં બાજરીનો લોટ લો. તેમાં અજમો, સમારેલા લીલા મરચા, લસણ, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો, હળદર પાઉડર, મીઠું, ધાણા જીરું અને પાણી નાખીને લોટ બાંધી લેવો.
આ લોટના લાંબા રોલ બનાવી લેવા. ત્યારબાદ ગેસ પર ઢોકળીયું મુકીને તેમાં આ રોલ મુકો. તે સારી રીતે બફાઇ જાય એટલે ઉતારી લો. આ પછી તેના નાના-નાના કટકા કરી લો.
આ પછી એક કડાઇમાં તેલ ગરમ કરવા મુકો. તેમાં તલ, જીરું, વરિયાળી, લવિંગ અને રાઇ નાખી સાંતળવા દો. આ પછી તેમાં ફાંજના કાપેલા કટકા ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. આ રીતે તમારા ફાંજીયા તૈયાર થઇ જશે.
તેને એક બાઉલમાં કાઢી લો અને તેની ઉપર લીબુંનો રસ અને થોડી ખાંડ ઉમેરો. તમે તેને દહીં, સોસ કે ચા સાથે સર્વ કરી શકો છો.