શ્રાવણ ઉપવાસ માટે ફરાળી ચેવડો બનાવવાની રેસીપી

Jul 18, 2025, 11:11 AM

ફરાળી ચેવડો રેસીપી

ફરાળી ચેવડો વ્રત ઉપવાસમાં ફરાળ દરમિયાન ખાવામાં આવે છે. મોટાભાગના લોકો બજાર માંથી ફરાળી ચેવડો ખરીદે છે, જો કે તેમાં વધારે તેલ હોય છે, જે સ્વાસ્થ્યને નુકસાન કરે છે. આથી ઉપવાસ દરમિયાન બજાર જેવો જ ફરાળી ચેવડો ઘરે બનાવવાની રીત આપી છે.

ફરાળી ચેવડો બનાવવા માટે સામગ્રી

બટાકા, કાચી સીંગ, મખાના, કાજુ, બદામ, તળવાના સાબુદાણા, સુકી દ્રાક્ષ, ફરાળી કાળું મીઠું, મીઠા લીમડાના પાન, લાલ મરચું પાઉડર, કાળા મરી પાઉડર, તેલ

બટાકાને છીણો

ફરાળી ચેવડો બનાવવા માટે સૌથી પહેલા બટાકાની છાલ ઉતારી તેને ખમણી પર છીણી લો. પછી 3 - 4 વખત ચોખ્ખા પાણીમાં ધોઇ બટાકાની છીણ કોરી થવા દો

બટાકાની છીણ તેલમાં તળો

ગેસ ચાલુ કરી તેલ ગરમ કરો, તેમા બટાકાની છીણ ક્રિસ્પી બ્રાઉન થાય ત્યાં સુધી તળો, તળેલી બટાકાની છીણ ટીશ્યૂ પેપર પર મૂકો જેથી વધારાનું તેલ શોષાઇ જશે

કાચી સીંગ તેલમાં તળો

હવે આજ તેલમાં કાચી સીંગ અને મોટા સાબુદાણા તળી લો.

કાજુ બદામ ફ્રાય કરો

તેવી જ રીતે કાજુ, બદામ, મખાના, સુકી દ્રાક્ષ અને મીઠા લીમડા પાનને સહેજ ફ્રાય કરો

બધી સામગ્રી મિક્સ કરો

હવે એક બાઉલમાં તળેલી બટાકાની છીણ, સીંગ, કાજુ, બદામ, સુકી દ્રાક્ષ અને મીઠા લીમડાના પાન નાંખો

મસાલો ઉમેરો

પછી તેમા ફરાળી કાળું મીઠું અને કાળા મરી પાઉડર ઉમેરી બધી સામગ્રી બરાબર મિક્સ કરો

ફરાળી ચેવડો તૈયાર

આ રીતે ઘરે બનાવેલો ફરાળી ચેવડો હવા ચુસ્ત ડબ્બામાં સ્ટોર કરો. હોમમેડ ફરાળી ચેવડો 10 થી 12 દિવસ સુધી ફ્રેશ રહેશે

વ્રત માટે ફરાળી ચેવડો રેસીપી

વ્રત ઉપવાસ દરમિયાન ફરાળી ચેવડો સવાર - સાંજ ચા સાથે કે જ્યારે ભૂખ લાગે ત્યારે ખાવા માટે ઉત્તમ વાનગી છે.