Jul 20, 2025
શ્રાવણ માસ હિંદુ ધર્મનો સૌથી પવિત્ર મહિનો છે. શ્રાવણ માસમાં ભગવાન શંકરની પૂજા આરાધના કરવા માટે ઘણા લોકો ઉપવાસ વ્રત કરે છે. ખાસ કરીને મોટાભાગના લોકો શ્રાવણ સોમવાસનો વ્રત કરે છે અને ફરાળી વાનગી થાય છે.
ઉપવાસ દરમિયાન ઘણી વખત શરીરમાં એનર્જીની કમી આવી જાય છે, જેના કારણે નબળાઈ આવી શકે છે. આવી સ્થિતિમાં મખાના રાયતા વધુ સારો વિકલ્પ બની શકે છે. તે સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ છે અને સરળતાથી તૈયાર કરી શકાય છે.
1 કપ મખાના, 2 કપ દહીં, ફરાળી મીઠું, 1/2 ચમચી શેકેલું જીરું પાઉડર, 1/2 ચમચી દેશી ઘી, દાડમના દાણા, ફુદાનાના પાન, તાજા કોથમીરના પાન
સૌ પ્રથમ ગેસ ચાલુ કરી એક કઢાઇમાં થોડુંક ઘી ઓગાળો, પછી ધીમા તાપે મખાના ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકો. હવે મખાના ઠંડા થવા દો. ત્યાર પછી અડધા અધકચરા ક્રશ કરી લો અને બાકીના એમને એમ રહેવા દો
એક વાસણમાં 2 કપ દહીં લઇ બરાબર ફેટી લો
પછી તેમા ફરાળી કાળું મીઠું, શેકેલું જીરા પાઉડર અને ક્રશ રહેલા મખાના ઉમેરી બધી સામગ્રી મિક્સ કરો
છેલ્લે દહીમાં બાકી વધેલા મખાના, ફુદાના અને કોથમીરના પાન ઉમેરી બરાબર મિક્સ કરો, પછી તેને ઠંડુ થવા ફ્રીજમાં મૂકો
જો તમને દાડમ ખાવા ગમતા હોય તો મખાના રાયતામાં દાડમના દાણા પણ ઉમેરી થાય છે.
વ્રત ઉપવાસમાં ભૂખ લાગે ત્યારે આ મખાના રાયતા ફરાળી રોટલી, પુરી કે ભાખરી સાથે પણ ખાઈ શકાય છે.