Jul 21, 2025
વ્રત ઉપવાસમાં મોટાભાગના લોકો સાબુદાણાની ખીચડી થાય છે. જો તમે સાબુદાણાની ખીચડી ખાઇને કંટાળી ગયા છો અને કંઇક યુનિટ ફરાળી વાનગી ખાવી છે તો તમારે સાબુદાણા પેટીસ ટ્રાય કરવી જોઇએ. સાબુદાણા પેટીસ ખાવામાં બહુ જ ટેસ્ટી હોય છે.
સાબુદાણા, બટાકા, શેકેલી સીંગ, લીલા મરચા, ફરાળી મીઠું, કાળા મરી પાઉડર, શેકેલું જીરું પાઉડર, લીંબનો રસ, લાલ મરચા પાઉડર, રાજગરાનો લોટ, લીલું કોથમીર, તેલ
સાબુદાણા 4 થી 5 કલાક પાણીમાં પલાળી રાખો, પછી બનાવતી વખતે સાબુદાણા માંથી પાણી નીતારી લો
પ્રેશર કુકરમાં બટાકા બાફો, પછી તેની છાલ ઉતારી મેશ કરી લો
ગેસ ચાલુ કરી કઢાઇમાં કાચી સીંગ શેકો, પછી તેના ફોંતરા ઉતારી સાફ કરો, તેને ખાંડણીમાં અધ કચરી ખાંડી લો
એક બાઉલમાં પલાળેલા સાબુદાણા, બાફેલા બટાકા, શેકેલી સીંગ, કાળા મરી પાઉડર, શેકેલું જીરું પાઉડર, ફરાળી મીઠું, લીંબુનો રસ, ઝીણા સમારેલા લીલા મરચા, સમારેલું કોથમીર ઉમેરો
આ બધી સામગ્રી બરાબર મિકસ કો, પછી હાથમાં તેલ લગાડી મીડિયમ કદની ગોળ પેટીસ બનાવો
ગેસ પર એક નોન સ્ટીલ પેન ગરમ કરો, પછી તેલ લગાવી સાબુદાણા પેટીસ શેકો, પેટીસ બંને બાજુથી બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં શેકવી
ગરમા ગરમ ફરાળી સાબુદાણા પેટીસ તૈયાર છે. લીલી તીખી ચટણી અને આમલી ગોળની ચટણી કે દહીં સાથે આ ફરાળી પેટીસ ખાઇ શકાય છે.