Summer Special : ફાલસાનું સેવન કરવાના ફાયદા

Jun 02, 2024, 06:18 PM

ફાલસા

ઉનાળામાં અસંખ્ય મોસમી ફળો આવે છે. પરંતુ સામાન્ય રીતે, કેરી, તરબૂચ, શક્કર ટેટી વગેરેનું સેવન વધારે થાય છે.

ફાલસા ઉનાળામાં મળતું એક એવું મજેદાર ફળ છે જે અસંખ્ય સ્વાસ્થ્ય ફાયદા ધરાવે છે. ફાલસા એ વિટામિન્સ અને મિનરલ્સનું પાવરહાઉસ છે.

ફાલસામાં રહેલ ઉચ્ચ સોડિયમનું પ્રમાણ ઇલેક્ટ્રોલાઇટ્સને સંતુલિત કરવામાં મદદ કરે છે જે ઉનાળામાં પરસેવાને કારણે ગુમાવાય છે.

પોટેશિયમનું પ્રમાણ વધુ હોવાથી આ ફળ પાચનતંત્રને સ્વસ્થ રાખવાની ક્ષમતા ધરાવે છે. તેમાં રહેલ ઉચ્ચ પાણીનું પ્રમાણ કુદરતી શીતકનો ગુણધર્મો ધરાવે છે.

ઓરડાના તાપમાને રહેલ હળવું ઠંડુ પાણી પીવાથી મેટાબોલિઝમ લેવલ વધારે છે. રેફ્રિજરેટરમાંથી ઠંડુ પાણી મેટાબોલિક રેટને ધીમું કરી શકે છે, જ્યારે માટલાનું પાણી મેટાબોલિઝમ લેવલ જાળવવામાં મદદ કરે છે.

શ્વાસની તકલીફ દૂર કરે

ફાલસા શ્વાસનળીનો સોજો અને શ્વાસની તકલીફ દૂર કરવામાં મદદ કરે છે. તેમાં રહેલ ઉચ્ચ વિટામિન અસ્થમાના લક્ષણોને દૂર કરવામાં મદદ કરે છે.

હિમોગ્લોબિન વધારે

ફાલસામાં હિમોગ્લોબિનનું સ્તર વધારવા અને એનિમિયાની સમસ્યામાં રાહત આપી શકે છે.

સ્કિન માટે સારા

ફાલસાનું સેવન કરવાથી પિમ્પલ્સ, ખીલ અને સ્કિનની ડ્રાયનેસ કંટ્રોલ કરવામાં પણ મદદ મળે છે.

હીટ સ્ટ્રોક સામે રક્ષણ

ફાલસાનો રસ પીવાથી સનબર્ન અને હીટ સ્ટ્રોકથી સામે રક્ષણ મળી શકે છે.

Summer Drink : ફાલસામાંથી બનાવો આ મજેદાર શરબત, ગરમીથી આપશે છુટકારો