Jul 24, 2025
શ્રાવણ વ્રતમાં ફરાળી વાનગી ખાવાની હોય છે. જો તમે મોરૈયા અને સાબુદાણાની ખીચડી ખાઇને કંટાઇ ગયા છો અને ઓછા તેલમાં બનતી વાનગી શોધી રહ્યા છો તો ફરાળી અપ્પમ ટ્રાય કરવા જોઇએ છે. ફરાળી અપ્પમ ઓછી સામગ્રીમાં 20 મિનિટમાં ફટાફટ તૈયાર થઇ જાય છે.
મોરૈયો, સાબુદાણા, ફરાળી મીઠું, બેકિંગ સોડા, લીલા મરચાની પેસ્ટ, કાળા મરી પાઉડર, તેલ, પાણી, દહીં, શેકેલું જીરું પાઉડર
સૌથી પહેલા મોરૈયા અને સાબુદાણાને કડાઇમાં અલગ અલગ સહેજ શેકી લો. હવે મિક્સારમાં મોરૈયા અને સાબુદાણાને અલગ અલગ પીસી બારીક લોટ બનાવો. મિક્સ જારમાં પાઉડર બનાવ્યા બાદ તેને ચારણી વડે ચાળી લો
એક મોટા બાઉલમાં મોરૈયા અને સાબુદાણાનો લોટ નાંખો, પછી તેમા 1 વાટકી દહીં અને પાણી ઉમેરી બરાબર ફેટી લો આ ખીરાને 10 મિનિટ માટે રહેવા દો
હવે ફરાળી અપ્પમના ખીરામાં લીલા મરચાની પેસ્ટ, ફરાળી મીઠું, લીંબું, કાળા મરી પાઉડર, 1 ચમચી તેલ, શેકેલું જીરું પાઉડર અને બેકિંગ સોડા ઉમેરી બરાબર મિક્સ કરો
ગેસ ચાલુ એક અપ્પમ પેન ગરમ કરો, અપ્પમ પેનમાં તેલ લગાવો
અપ્પમ પેન ગરમ થયા બાદ તેમા અપ્પમનું ખીરું ચમચી વડે નાંખો, ઢાંકણા વડે ઢાંકી 5 મિનિટ સુધી મીડિયમ તાપે શેકાવા દો
એક બાજુથી બરાબર શેકાઇ જાય ત્યા પછી બીજા બાજુ 5 થી 7 મિનિટ સુધી શેકાવા દો
અપ્પમ સારી રીતે ફુલાઇ જાય અને બ્રાઉન્ થાય ત્યાં સુધી શેકવાના છે
આ ગરમાગરમ ફરાળી અપ્પમ લીલા મરચા અને ફુદીનાની લીલી ચટણી, ખજૂરની ચટણી, નારિયેળની ચટણી અને દહીં સાથે ખાઇ શકાય છે.