ઉપવાસ માટે ફરાળી ભજીયા બનાવો, વરસાદી વાતાવરણમાં ટેસ્ટી લાગશે

Jul 12, 2025, 10:35 PM

ઉપવાસ રેસીપી

એકબાજુ વરસાદની સિઝન ચાલી રહી છે અને બીજી તરફ ઉપવાસ અને વ્રત પણ શરુ થયા છે.

ફરાળી ભજીયા રેસીપી

ઉપવાસ હોય તો પણ તમે વરસાદમાં ભજીયા ખાવાની મજા માણી શકો છે. અમે તમારા માટે ફરાળી ભજીયા રેસીપી લઇને આવ્યા છીએ.

ફરાળી ભજીયા સામગ્રી

બટાકા, રાજગરાનો લોટ, સામાનો લોટ, તેલ, લીલા ધાણા, લીલા મરચા અને આદુની પેસ્ટ, લાલ મરચું પાઉડર, હળદર, સિંધવ મીઠું, લીંબુનો રસ, તલ, સીંગદાણા.

ફરાળી ભજીયા બનાવવાની રીત

ફરાળી ભજીયા બનાવવા માટે સૌથી પહેલા બટાકાને ધોઈને તેની છાલ ઉતારી તેને ખમણી લો.

સ્ટેપ 2

આ પછી એક બાઉલમાં બટાકાનું છીણ, આદુ-મરચાની પેસ્ટ, લીલા ધાણા, તલ, શેકેલા જીરાનો પાઉડર, મરી પાઉડર, સામાનો લોટ, રાજગરાનો લોટ, લાલ મરચું પાઉડર, હળદર, સિંધવ મીઠું, મગફળીના દાણાનો પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરો.

સ્ટેપ 3

હવે મિશ્રણમાં થોડુ-થોડુ પાણી ઉમેરી બરાબર મિક્સ કરી લો. બેટરમાં વધારે પાણી ન પડી જાય તેનું ખાસ ધ્યાન રાખો.

સ્ટેપ 4

ત્યારબાદ એક કડાઇમાં તેલ ગરમ કરવા મુકો. તેલમાં બેટરભી ભજીયા પાડો. તે બંન્ને બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરી લો. આ પછી તેને ઝારાની મદદથી બહાર કાઢી લો.

સર્વ કરો

વરસાદની સિઝનમાં ગરમા ગરમ ફરાળી ભજીયાને ચા, દહીં, સોસ અથવા લીલી ચટણી સાથે સર્વ કરી શકો છો.