Jul 30, 2025
1 કપ નાળિયેરનો છીણ, 1/2 કપ ખાંડ, 1/4 કપ રાજગરાનો લોટ, 2 ચમચી ઘી, 1/4 ચમચી ઇલાયચી પાવડર
સૌપ્રથમ એક બાઉલમાં નાળિયેરનું છીણ અને ખાંડ મિક્સ કરો, તેમાં રાજગરાનો લોટ ઉમેરો અને સારી રીતે ભેળવી દો.
તેમાં ઘી અને ઇલાયચી પાવડર ઉમેરીને મિક્સ કરો. થોડું દૂધ ઉમેરી શકાય પરંતુ બહુ ઢીલું ન થઈ જાય હવે બધું મિક્ષ કરીને બિસ્કિટનો આકાર આપો.
એક ડીશમાં ઘી લગાવીને બિસ્કિટને ગોઠવો. હવે એક કડાઈમાં મીઠું નાખીને તેને ધીમી આંચ પર 10 મિનિટ માટે ગરમ કરો. તેમાં એક સ્ટેન્ડ મૂકો અને તેના પર બિસ્કિટવાળી ડીશ મુકો.
કડાઈને ઢાંકીને 15-20 મિનિટ સુધી ગુલાબી રંગના થાય ત્યાં સુધી બેક કરો, ચેક કરો ક્રિસ્પી થઇજાય એટલે ફરાળી બિસ્કિટ સર્વ કરો.