Jul 12, 2025
1 કપ રાજગરાનો લોટ, 1/2 કપ દહીં (તાજું અને ખાટું ન હોય તેવું), 1/2 કપ ખાંડ, 1/4 કપ તેલ, 1/4 કપ દૂધ, 1 ચમચી બેકિંગ પાવડર, 1/2 ચમચી ખાવાનો સોડા, 1/2 ચમચી ઈલાયચી પાવડર, 2 ચમચી ડ્રાય ફ્રુટ્સ, 1 ચમચી ટુટી-ફ્રુટ
કુકરમાં કેક બનાવવા કુકર ગરમ કરવા મૂકો. તળિયે મીઠું કે રેતી પાથરી, સ્ટેન્ડ મૂકી ઢાંકણ બંધ કરી ધીમા તાપે 10 મિનિટ માટે પ્રી-હીટ કરો.
એક મોટા બાઉલમાં દહીં અને ખાંડ લઈ તેને બરાબર ફેંટી લો, હવે તેમાં તેલ ઉમેરી મિક્સ કરો, એમાં રાજગરાનો લોટ, બેકિંગ પાવડર અને ખાવાનો સોડા નાખીને મિશ્રણમાં ઉમેરો. ધીમે ધીમે મિક્સ કરો.
દૂધ ઉમેરતા જાઓ અને ગાંઠા ન પડે તેવું સ્મૂધ ખીરું તૈયાર કરો છેલ્લે ઈલાયચી પાવડર ઉમેરી હળવા હાથે મિક્સ કરો.
કેક બેટરને મોલ્ડમાં રેડો, પ્રી-હીટ થયેલા કુકરમાં સ્ટેન્ડ પર આ મોલ્ડ મૂકો. કુકરનું ઢાંકણ બંધ કરી, ધીમા તાપે 40 મીનિટ માટે બેક થવા દો.
30 મિનિટ પછી, એક ટૂથપિક કે છરીથી ચેક કરો, થઇ જાય તો કેક સર્વ કરો.