ફરાળી ચકરી રેસીપી, ક્રિસ્પી અને મસાલેદાર બનશે

Jul 16, 2025, 03:44 PM

વ્રત કે ઉપવાસ દરમિયાન કંઈક ચટપટું અને ક્રિસ્પી ખાવાનું મન થાય ત્યારે ફરાળી ચકરી એક ઉત્તમ વિકલ્પ છે.

ફરાળી ચકરી બનાવવામાં સરળ છે અને તેનો સ્વાદ એટલો અદ્ભુત હોય છે કે તમે વારંવાર બનાવવાનું પસંદ કરશો.જાણો ફરાળી ચકરી બનાવવાની રીત

ફરાળી ચકરી રેસીપી સામગ્રી

1 કપ રાજગરાનો લોટ, 1 કપ શિંગોડાનો લોટ, 1/4 બાફેલા બટાકાનો માવો, 2 મધ્યમ કદના બાફેલા બટાકા, 1 ચમચી આદુ-મરચાંની પેસ્ટ, 1 ચમચી જીરું, 1 ચમચી સફેદ તલ, 1 ચમચી લીંબુનો રસ, થોડું સિંધવ મીઠું, 1/2 ચમચી કાળા મરી પાવડર, પાણી, તળવા માટે તેલ

ફરાળી ચકરી રેસીપી

એક વાસણમાં રાજગરાનો લોટ અને શિંગોડાનો લોટ લો. તેમાં છીણેલા બાફેલા બટાકા, આદુ-મરચાંની પેસ્ટ, જીરું, તલ, લીંબુનો રસ, સિંધવ મીઠું અને કાળા મરી પાવડર ઉમેરો.

ફરાળી ચકરી રેસીપી

બધી સામગ્રીને હાથથી બરાબર મિક્સ કરી લો જેથી બટાકા અને લોટ સારી મિક્ષ અપ થઇ જાય, ધીમે ધીમે જરૂર મુજબ પાણી ઉમેરતા જાઓ અને નરમ લોટ બાંધી લો.

ફરાળી ચકરી રેસીપી

લોટ બહુ કઠણ કે બહુ ઢીલો ન હોવો જોઈએ. તે ચકરી પાડવા માટે યોગ્ય હોવો જોઈએ, બાંધેલા લોટને ઢાંકીને 15 મિનિટ માટે રહેવા દો.

ફરાળી ચકરી રેસીપી

એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ મધ્યમ ગરમ થાય ત્યાં સુધી રાહ જુઓ, ચકરી બનાવવાના સંચાને તેલથી ગ્રીસ કરી લો અને તેમાં લોટનો થોડો ભાગ મોલ્ડમાં ભરો.

ફરાળી ચકરી રેસીપી

ગરમ તેલમાં સીધી જ ચકરી પાડતા જાઓ. ચકરીને મધ્યમ આંચ પર ગોલ્ડન બ્રાઉન અને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો. બંને બાજુથી સરખી રીતે શેકાય તે માટે તેને વચ્ચે-વચ્ચે ફેરવતા રહો.

ફરાળી ચકરી રેસીપી

તળાઈ જાય એટલે ચકરીને તેલમાંથી કાઢી ટીશ્યુ પેપર પર મૂકો જેથી વધારાનું તેલ શોષાઈ જાય, ઠંડી થાય પછી ફરાળી ચકરીને એરટાઈટ કન્ટેનરમાં ભરી લો. તે લાંબા સમય સુધી તાજી અને ક્રિસ્પી રહેશે.

Farali Pizza Recipe | ફરાળી પિઝા રેસીપી, માત્ર 15 મિનિટમાં બનાવો ટેસ્ટી પિઝા