Farali chikki Recipe : રાજગરાની પુરી અને શિરો ખાઈને કંટાળી ગયા છો તો બનાવો ક્રિસ્પી રાજગરાની ફરાળી ચીક્કી, જાણો રેસીપી

Aug 13, 2024, 04:17 PM

Farali chikki Recipe : શ્રાવણ માસમાં ઉપવાસનું ઘણું મહત્વ છે. વ્રત દરમિયાન અનાજ ખાઇ શકાતું નથી. ફળ, દૂધ અને ફરાળી પદાર્થ જ ખાઇ શકાય છે. તો આવો જાણીએ ફરાળી ચીક્કી બનાવવાની સરળ રીત. રાજગરા માંથી ફરાળી ચીક્કી સાત્વિક અને સ્વાદથી ભરપૂર છે. ફરાળી ચીક્કી બનાવવો ખૂબ જ સરળ છે. જાણો ફરાળી ચીક્કી રેસિપી

સામગ્રી

1 ચમચી તેલ, 1 કપ દેશી ગોળ, ચપટી ફરાળી મીઠું, 1 કપ ફૂલેલા આખો રાજગરો, 1/2 ચમચી ઈલાયચી પાઉડર, 1/2 કપ મિક્ષ ડ્રાયફ્રૂટ્સ

ફરાળી ચીક્કી રેસીપી

સૌ પ્રથમ એક પેનમાં તેલ ગરમ કરો, તેલ સહેજ ગરમ થાય એટલે એમાં દેશી ગોળ નાખો. ત્યારબાદ એમાં સહેજ ફરાળી મીઠું નાખો.

ફરાળી ચીક્કી રેસીપી

હવે ગોળ અને ફરાળી મીઠાને સારી રીતે તેલમાં સાંતળો, તે મિશ્રણને સતત હલાવતા રહો. ધ્યાન રાખો કે મિશ્રણ કડાઈમાં ચોંટી ન જાય, અથવા નોન સ્ટિક પેનનો યુઝ કરો.

ફરાળી ચીક્કી રેસીપી

ગોળ એકદમ મેલ્ટ થઇ જાય અને તેલ છોડવા લાગે એટલે એમાં 1 કપ રાજગરો નાખો, ત્યારબાદ એમાં ઈલાયચી પાઉડર નાખો.

ફરાળી ચીક્કી રેસીપી

હવે સારી રીતે મિશ્રણને મિક્ષ કરો, એમાં ડ્રાય ફ્રૂટ્સ મિશ્રણને સતત હલાવતા રહો. ત્યારબાદ એક ડીશમાં આ મિશ્રણ પાથરો અને ઠંડુ થઇ જાય એટલે એને કટ કરો તમારી ક્રિસ્પી ફરાળી ચીક્કી તૈયાર છે.

Farali Gota Recipe : ઉપવાસમાં બનાવો કમાલના ફરાળી ગોટા, જાણો ખાસ રેસીપી