Jul 25, 2025

ફરાળી ઢોકળા રેસીપી, ઉપવાસમાં પણ મોજથી ખાઇ શકશો

Ashish Goyal

શ્રાવણ મહિનો શરુ

શ્રાવણનો પવિત્ર મહિનો શરુ થઇ ગયો છે. આ મહિનામાં ઘણા લોકો ઉપવાસ કરે છે અને ફરાળ કરે છે.

Source: social-media

ફરાળી ઢોકળા રેસીપી

તમે આ ઉપવાસમાં ફરાળી ઢોકળા બનાવી શકો છો. તેની રેસીપી અહીં જણાવી રહ્યા છીએ.

Source: social-media

ફરાળી ઢોકળા સામગ્રી

મોરૈયો, સાબુદાણા, વાટેલા આદુ-મરચાં, લાલ મરચું પાઉડર, દહીં, મીઠું, પાણી, ઈનો, તેલ, જીરું, મીઠા લીમડા ના પાન, સમારેલા લીલા મરચાં સમારેલા, તલ.

Source: social-media

ફરાળી ઢોકળા બનાવવાની રીત, સ્ટેપ 1

સૌ પ્રથમ મોરૈયો અને સાબુદાણાને મિક્સરમાં વાટી લોટ તૈયાર કરવો. ત્યારબાદ તેને ચાળી લો. જેથી તેમાં મોટી કણીઓ રહી ન જાય.

Source: social-media

સ્ટેપ 2

એક બાઉલમાં આ લોટ લઈ તેમાં વાટેલા આદુ-મરચાં, દહીં, મીઠું, પાણી ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. તેને 15-20 મિનિટ રહેવા દો.

Source: social-media

સ્ટેપ 3

હવે સ્ટીમરને ગરમ કરવા મુકો. ત્યારબાદ એક થાળીમાં તેલ લગાવી થાળી ગરમ થવા દો. પછી ખીરામાં બેકિંગ સોડા ઉમેરી બરાબર હલાવીને થાળીમાં પાથરી 15 મિનિટ સુધી બફાવા દો

Source: social-media

સ્ટેપ 4

હવે એક પેનમાં તેલ લો. તેમા જીરું, લીલા મરચા, મીઠા લીમડાના પાન, તલ ઉમેરી વઘાર કરો.

Source: social-media

સર્વ કરો

આ વઘારને ઢોકળા પર નાખીને બરાબર મિક્સ કરી દો. ગરમા ગરમ ઢોકળાને લીલી ચટણી કે સોસ સાથે સર્વ કરી શકો છો.

Source: social-media

Source: social-media