વ્રત ઉપવાસમાં ફરાળી વાનગી ખાવાની હોય છે. બજારમાં ઘણી તૈયાર ફરાળી વાનગી મળે છે જેમ કે, બફ વડા, ફરાળી ઢોકળા, ફરાળી હાંડવો વગેરે વગેરે. અહીં ફરાળી ઢોકળા બનાવવાની રેસીપી આપી છે.
3 કપ મોરૈયો, 1 કપ ખાટુ દહીં, 1 ચમચી મીઠુ, 1/2 ચમચી લાલ મરચું પાઉડર, 1 ચમચી બેકિંગ સોડા, 5 ચમચી તેલ, 1 નાની ચમચી તલ, મીઠો લીમડો, લીલા મરચા, 2 ગ્લાસ પાણી, લીલી ચટણી
ફરાળી ઢોકળા બનાવવા માટે મોરૈયાને 1 થી 2 કલાક પાણીમાં પલાળી રાખો
મોરૈયા માંથી વધારાનું પાણી કાઢી લો, મિક્સર જારમાં મોરૈયાની પીસી ખીરું બનાવો
હવે મોરૈયામાં 1 કપ ખાટુ દહીં, 1 મીઠું અને તેલ ઉમેરી બરાબર ફેંટી લો, ઢોકળા બનાવતી વખતે 1 ચમચી બેકિંગ સોડા ઉમેરી બરાબર ફેંટો, તેનાથી ઢોકળા નરમ અને પોચા બનશે
ગેસ ચાલુ કરી એક સ્ટીમરમાં પાણી ગરમ કરો.
થાળીમાં તેલ લગાવી ખીરું તેમા નાંખો, પછી આ થાળી સ્ટીમરમાં મૂકી 15 થી 20 મિનિટ સુધી બાફો
થાળીનું ખીરું બરાબર બફાઇ ફુલી જાય એટલે સમજવું કે ફરાળી ઢોકળા તૈયાર છે, હવે ચાકુ કે કટર વડે થાળીમાં ફરાળી ઢોકળા કટ કરો
એક કઢાઇમાં તેલ ગરમ કરો, તેમા રાઇ તતડાવો, પછી મીઠો લીમડો, લાંબા સમારેલા લીલા મરચા અને તલનો તડકો લગાવો, પછી આ તડકો ફરાળી ઢોકળા પર રેડો
તમારા મોરૈયાના ફરાળી ઢોકળા તૈયાર છે, ગરમા ગરમ ફરાળી ઢોકળા કોથમીર, ફુદીના અને લીલા મરચાની લીલી ચટણી અથવા લાલ મરચું અને તેલ સાથે ખાવાની મજા પડશે.