Farali Dhokla Recipe : વ્રતમાં બનાવો ફરાળી ઢોકળા, ટેસ્ટમાં બનશે મજેદાર, જાણો રેસીપી

Aug 07, 2024, 04:13 PM

બેટર માટે સામગ્રી

1 કપ સાબુદાણા પાઉડર, 1કપ મોરૈયા પાઉડર, 1 ચમચી ફરાળી મીઠું, 1/2 કપ દહીં, 1 ચમચી લીલા મરચાની પેસ્ટ, 1/2 ચમચી આદુની પેસ્ટ, જરૂર મુજબ પાણી, 1 ચમચી તેલ અને 1/2 ખાંડ, 1/2 ચમચી બેકિંગ સોડા, 1/2 ચમચી લાલ મરચું પાઉડર

વઘાર માટે સામગ્રી

1 ચમચી તેલ, 1 ચમચી રાઈ, 1 ચમચી હિંગ, 2 સમારેલ લીલા મરચા, 1 ચમચી તલ

ફરાળી ઢોકળા રેસીપી

સૌ પ્રથમ સાબુદાણા અને મોરૈયાને મિક્ષરમાં સારી રીતે ગ્રાઈન્ડ કરી લો. હવે એક મોટા પેનમાં સાબુદાણા પાઉડર, મોરૈયા પાઉડર નાખો.

ફરાળી ઢોકળા રેસીપી

હવે એમાં ફરાળી મીઠું, દહીં, લીલા મરચાની પેસ્ટ, આદુની પેસ્ટ, જરૂર મુજબ પાણી ઉમરો અને ઢોકળાના બેટરને 30 મિનિટ માટે રેસ્ટ આપો.

ફરાળી ઢોકળા રેસીપી

30 મિનિટ બાદ એમાં સહેજ તેલ અને બેકિંગ સોડા નાખો અને સારી રીતે મિક્ષ કરો. હવે બેટરને એક મોટી ડીશમાં પાથરો.

ફરાળી ઢોકળા રેસીપી

બેટરને ડિશમાં પાથરીને એના ઉપર સહેજ લાલ મરચું પાઉડર નાખો, હવે ગેસ ચાલુ કરો અને તે બેટરને 25 થી 30 મિનિટ માટે કુક કરી લો.

ફરાળી ઢોકળા રેસીપી

બેટર સ્ટીકી ના રહે અને સારી રીતે કુક થઇ જાય એટલે ઢોકળાની ડીશને ઠંડી થવા દો, હવે વઘાર તેલ, રાઈ, હિંગ, સમારેલ લીલા મરચા અને તલ નાખીને વઘાર કરો. તો તૈયાર છે તમારા ફરાળી ઢોકળા

Farali Paratha : રાજગરાના લોટમાંથી બનાવો પરફેક્ટ ફરાળી પરાઠા, જાણો રેસીપી