Farali Dosa Recipe : હવે ઉપવાસમાં પણ ક્રિસ્પી ડોસાની મજા માણો, જાણો ફરાળી ડોસાની રેસીપી

Jul 30, 2024, 04:21 PM

ડોસા મોટાભાગના લોકોને પ્રિય છે, પરંતુ ઉપવાસમાં તે ખાવામાં તે ખાઈ સકતા નથી, પરંતુ અહીં ખાસ તમારી માટે શ્રાવણના ઉપવાસમાં ફરાળમાં ખવાય એવા ફરાળી ડોસાની રેસીપી શેર કરી છે

સામગ્રી

1/4 કપ સાબુદાણા, 1/4 કપ મોરૈયો, 1 સમારેલ લીલું મરચું, કોથમીર, સિંગોડાનો લોટ, ક્રશ કરેલું 1 ચમચી જીરું, 3-4 બાફેલા બટાકા,

મેથડ

સૌ પ્રથમ સાબુદાણાને એક પેનમાં શેકી લો, હવે મિક્ષર ગ્રાઈન્ડરમાં કાઢો, તેમાં મોરૈયા મિલેટ અને સાબુદાણાને સાથે પાણી નાખીને બેટર તૈયાર કરો.

ફરાળી ડોસાની રેસીપી

હવે એમાં સ્વાદ અનુસાર સિંધાલુણ મીઠું, સમારેલ લીલું મરચું, સિંગોડાનો લોટ, ક્રશ કરેલું જીરું નાખી સારી રીતે મિક્ષ કરો.

ફરાળી ડોસાની રેસીપી

હવે બાફલાં બટાકાને મિક્ષરમાં ક્રશ કરીને તેને ડોસાના બેટરમાં મિક્ષ કરો અને થોડી વાર માટે બેટરને રેસ્ટ આપો.

ફરાળી ડોસાની રેસીપી

હવે એક પેન ગરમ કરો અને ચમચીથી પેનમાં થોડું બેટર રેડો, અને ડોસા તૈયાર કરો, ક્રિસ્પી થાય એટલે ઉતારી લો. આમ બધા ડોસા તૈયાર કરી લો.તૈયાર ફરાળી ડોસાને કોકોનટ ચટણી અને બટાકાની ભાજી સાથે સર્વ કરો.

Rajasthani Besan Gatta Recipe : કોઈ શાકભાજી વગર મસાલેદાર અને ટેસ્ટી રાજસ્થાની ગટ્ટાની સબ્જી બનાવો, જાણો સરળ રેસીપી