Farali Gota Recipe : ઉપવાસમાં બનાવો કમાલના ફરાળી ગોટા, જાણો ખાસ રેસીપી

Aug 12, 2024, 04:28 PM

”ફરાળી ગોટા” એ ગુજરાતની જાણીતી ફરાળી વાનગી છે, જે ખાસ કરીને ઉપવાસના દિવસોમાં બનાવામાં આવે છે. આ ક્રિસ્પી અને મજેદાર નાસ્તો સાબુદાણાનો પાઉડર અને મસાલાંથી બનેલો હોય છે, જેથી તે ઉપવાસ માટે એક પરફેક્ટ ચોઈસ બનાવે છે. ફરાળી ગોટા બહારથી ક્રિસ્પી અને અંદરથી મુલાયમ હોય છે આ ગોટા ઝડપથી અને સરળતાથી બનાવવામાં આવે છે, જાણો ખાસ રેસીપી

સામગ્રી

1 કપ સાબુદાણા, 3-4 બટેટા, 2-3 ચમચી સિંગદાણા, થોડી કોથમીર, 1/2 ચમચી આદુનું પેસ્ટ, 2 લીલા મરચાની પેસ્ટ, 2-3 મીઠા લીમડાના પાન, 1 ચમચી સફેદ તલ, 1/2 ચમચી મરી પાવડર, 1/2 ચમચી જીરું પાવડર, સ્વાદ અનુસાર ફરાળી મીઠું, ખાંડ, 1 લીંબુનો રસ, તળવા માટે તેલ

ફરાળી ગોટા રેસિપી

સૌપ્રથમ ૧ કપ સાબુદાણાને ક્રશ કરી લો, ૨ બટેટાને પણ ક્રશ કરીને પ્યુરી બનાવી દો. હવે બટેટાની પ્યુરીને સાબુદાણાના પાવડરમાં ઉમેરો.

ફરાળી ગોટા રેસિપી

પછી એ મિશ્રણમાં શેકેલા સિંગદાણાનો ભૂકો ઉમેરી કોથમીર, છીણેલું આદુ, લીલા મરચા, મીઠો લીમડો, સફેદ તલ, મરી પાવડર, શેકેલ જીરું પાવડર નાખો.

ફરાળી ગોટા રેસિપી

હવે એજ મિશ્રણમાં સ્વાદાનુસાર ફરાળી મીઠું, સહેજ ખાંડ, લીંબુનો રસ ઉમેરીને બધું મિક્ષ કરી, મિક્ષરને 5 મિનીટ માટે રેસ્ટ આપો.

ફરાળી ગોટા રેસિપી

હવે ગરમ તેલમાં ગોટા બનાવી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી, લીલી ચટણી કે ટમેટો કેચઅપ સાથે સર્વ કરો.

Farali Barfi Recipe : શ્રાવણના બીજા સોમવારે ભગવાન શિવને ધરો ફરાળી બરફી, નાળિયેરમાંથી બનાવો ઝટપટ