1/2 કપ મોરૈયો, 2 ચમચી ઘી, 1 ટીસ્પૂન જીરું,1/2 ટીસ્પૂન કાળા મરી 1 તજ,1 તમાલપત્ર, થોડા મીઠા લીમડાના પાન, 1-2 લીલા મરચાં, સમારેલા 1 આદુનો ટુકડો, છીણેલી મુઠ્ઠીભર મગફળી, મુઠ્ઠીભર કાજુ, મુઠ્ઠીભર કિસમિસ, સ્વાદ માટે મીઠું,1 નાનું બટાકું, 2.5 કપ પાણી,1/4 કપ દહી (દહીં), સમારેલી કોથમીર
સૌ પ્રથમ મોરૈયોને પાણીથી સારી રીતે ધોઈ લો. હવે પ્રેશર કૂકરમાં ઘી મધ્યમ તાપે ગરમ કરો. એમાં જીરું, કાળા મરી, તજ, તમાલપત્ર અને મીઠા લીમડાના પણ ઉમેરો. સુગંધિત થાય ત્યાં સુધી એક મિનિટ માટે સાંતળો.
સમારેલા લીલા મરચા અને છીણેલું આદુ ઉમેરો. થોડી મિનિટ માટે સાંતળો. એમાં સીંગદાણા, કાજુ અને કિસમિસ નાખી મિક્ષ કરો. એક મિનિટ માટે કુક કરો.
સમારેલ બટેટા ઉમેરો અને 2-3 મિનિટ પકાવો. હવે મોરૈયો અને મીઠું ઉમેરો. બધું બરોબર ભેગું કરો. આંચને મધ્યમ રાખો. એ મિશ્રણમાં દહીંને ઉમેરો અને 2-3 મિનિટ માટે સારી રીતે હલાવો.
પાણીમાં નાખી મિક્ષ કરો. પ્રેશર કૂકરનું ઢાંકણું બંધ કરો અને 2-3 સીટી વગાડીને રાંધો.અને કઢીની તૈયારી કરો.
1 કપ દહી, 2 કપ પાણી, 2 ચમચી રાજગરાનો લોટ, 2 લીલા મરચાં, 1 નાનો આદુનો ટુકડો, સ્વાદ અનુસાર મીઠું
1 ચમચી ઘી, 1 ટીસ્પૂન જીરું, 1 તમાલપત્ર, 1 નાનો તજનો ટુકડો, 2-3 લવિંગની કળી, થોડા મીઠા લીમડાના પાન, 1-2 લીલા મરચાં
એક મોટા પાત્રમાં દહીં, પાણી,રાજગરાનો લોટ, લીલા મરચાં, આદુનો ટુકડો અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બધું મિક્ષ કરો. ત્યારબાદ કઢીનો વધારે મુકો. એક વધારિયામાં ઘી, જીરું, તમાલપત્ર,નાનો તજનો ટુકડો,2-3 લવિંગ, થોડા મીઠા લીમડાના પાન, 1-2 લીલા મરચાં નાખીને વઘાર કઢીમાં ઉમેરો. અને 10 થી 15 મિનિટ માટે કઢીને ઉકળવા દો. કઢી અને ખીચડી તૈયાર થઇ જાય એટલે ગરમ ગરમ સર્વ કરો.