2 કપ રાજગરાનો લોટ, 1/4 કપ પનીર, 2 બાફેલા બટેટા, 1/2 ચમચી આખું જીરું, સ્વાદ અનુસાર ફરાળી મીઠું, 1 ચમચી ઘી, કોથમીર, ઝીણા સમારેલ લીલા મરચા, જરૂર મુજબ પાણી
સૌ પ્રથમ એક મોટા પેનમાં રાજગરાનો લોટ, પનીર, બાફેલા બટેટા, આખું જીરું, સ્વાદ અનુસાર ફરાળી મીઠું, ઘી, કોથમીર, ઝીણા સમારેલ લીલા મરચા, જરૂર મુજબ પાણી નાખીને લોટ બાંધો.
15 મિનિટ માટે લોટને રેસ્ટ આપો, જેથી પરાઠા બની શકે.
હવે એમાંથી મીડીયમ સાઈઝની રોટલી વણી લો અને ગેસ પર પેન ગરમ કરો અને બન્ને સાઈડ પરાઠાને સહેજ તેલ નાખી શેકી લો.
બન્ને સાઈડ થઇ જાય એટલે તમારા ટેસ્ટી રાજગરાના ફરાળી પરાઠા તૈયાર છે તેને દહીં અથવા ફરાળી ચટણી સાથે સર્વ કરો.