1 લીંબુનો રસ, 7-8 સૂકી દ્રાક્ષ, 1 ચમચી વરિયાળી, છીણેલું નાળિયેર, 4-5 બાફેલા બટાકા, 1/2 ચમચી ખાંડ, 1/2 ચમચી આદુની પેસ્ટ, શેકેલા કાજુ, શિંગોડાનો લોટ,2 ચમચી સીંગદાણાનો ભૂકો, સ્વાદ અનુસાર રોક સોલ્ટ, 1.2 ચમચી લીલા મરચાની પેસ્ટ
1 કપ શિંગોડાનો લોટ, 2-3 બટાકાનો માવો, સ્વાદ અનુસાર રોક સોલ્ટ
સૌ પ્રથમ ફરાળી પેટીસ બનાવવા માટે શિંગોડા લોટ બાંધો, તેમાં લોટ, બટાકાનો માવો,સ્વાદ અનુસાર ફરાળી મીઠું અને પાણી ઉમેરી લોટ બાંધો.
હવે સ્ટફિંગ માટે વરિયાળી, છીણેલું નાળિયેર, બાફેલા બટાકા, ખાંડ, આદુની પેસ્ટ, શેકેલા કાજુ, શિંગોડાનો લોટ, સીંગદાણાનો ભૂકો, સ્વાદ અનુસાર રોક સોલ્ટ અને લીલા મરચાની પેસ્ટ મિક્ષ કરીને ગોળ બોલ બનાવો.
બધી પેટીસ આ રીતે તૈયાર કરીને થોડી લોટની કણકમાં તે સ્ટફિંગ કરો. આ રીતે બધી પૅસ્ટીસ તૈયાર કરી લો.
ત્યારબાદ ગેસ પર તેલ ગરમ કરો, કોરા શિંગોડાના લોટમાં પેટીસ ડીપ કરીને બન્ને સાઈડ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો
ફરાળી પેટીસ તૈયાર થઇ જાય એટલે ગ્રીન ચટણી અથવામીથી ચટણી અથવા દહીં સાથે સર્વ કરો.