Aug 05, 2025

ફરાળી પીઝા રેસીપી, ટેસ્ટી સ્વાદ જોઇ બાળકો પણ ઉપવાસ કરશે

Ashish Goyal

ફરાળ રેસીપી

શ્રાવણ મહિનામાં ઘણા લોકો ઉપવાસ કરતા હોય છે. આ દરમિયાન ફરાળમાં એકને એક વસ્તુ ખાઇને કંટાળી જાય છે.

Source: social-media

ફરાળી પીઝા રેસીપી

તો તમે આ દરમિયાન ફરાળી ટેસ્ટી પીઝા બનાવી શકો છો. અહીં ફરાળી પીઝા બનાવવાની રેસીપી જણાવી રહ્યા છીએ.

Source: social-media

ફરાળી પીઝા સામગ્રી

રાજગરાનો લોટ, મોરૈયાનો લોટ, સાબુદાણાનો લોટ સિંધવ મીઠું, પાણી, તેલ, કેપ્સિકમ, ટોમેટો સોસ, ચીઝ, પનીર, ચીલી ફ્લેક્સ.

Source: social-media

ફરાળી પીઝા બનાવવાની રીત

ફરાળી પીઝા બનાવવા માટે એક કથરોટમાં રાજગરાનો લોટ, મોરૈયાનો લોટ અને સાબુદાણાનો લોટ લો. તેમાં સિંધવ મીઠું અને તેલનું મોયણ રેડો.

Source: social-media

સ્ટેપ 2

જેમ આપણે ભાખરીનો લોટ બાંધીએ તેમ કઢણ લોટ બાંધી લો. લોટને થોડીવારમાં ઢાંકીને મુકી દો.

Source: social-media

સ્ટેપ 3

થોડીવાર પછી લોટમાંથી ફરાળી ભાખરી બનાવો. ભાખરી એકદમ જાડી બનાવવી જે પીઝાના રોટલા જેવી કઠણ થાય. ભાખરીને સારી રીતે બન્ને તરફ શેકી લો.

Source: social-media

સ્ટેપ 4

હવે આ ફરાળી ભાખરી પર પીઝાનો સોસ લગાવો. તેના ઉપર પનીરના ટુકડા, સમારેલા કેપ્સિકમ મુકી દો. ત્યારબાદ તેની ઉપર ચીઝ છીણીને નાખો.

Source: social-media

સ્ટેપ 5

હવે આ ફરાળી ભાખરીને ધીમા ગેસ પર તવા પર મુકો અને ઉપરથી ઢાંકણું ઢાંકી દો. ચીઝ નરમ થવા લાગે એટલે તેને તવા પરથી લઇ લો.

Source: social-media

સ્વાદીષ્ટ ફરાળી પીઝા તૈયાર

આ રીતે તમારા સ્વાદીષ્ટ ફરાળી પીઝા તૈયાર થઇ જશે. તેને એક પ્લેટમાં લઇ લો. તેના ઉપર ચીલી ફ્લેક્સ મસાલો નાખો અને ટુકડા કરી સર્વ કરો.

Source: social-media

Source: social-media