Farali Pizza : ઉપવાસમાં બનાવો સાત્વિક ફરાળી પીઝા, જાણો ખાસ રેસીપી

Aug 06, 2024, 04:19 PM

સામગ્રી

1 કપ શિંગોડાનો લોટ, 1/2 સાબુદાણાનો પાઉડર, 1 કપ મોરૈયાનો લોટ, 1 કપ રાજગરાનો લોટ, 2-3 બાફેલા બટાકા, આખું જીરું, મોણ માટે તેલ અને ફરાળી મીઠુંસ્વાદ અનુસાર, 1 ચમચી તલ

ફરાળી ચટણી

કોથમીર, 2 ચમચી નાળિયેરનું છીણ, 1 વાટકી સીંગદાણા, 2 સમારેલ લીલા મરચા, 1 ચમચી આંખુ જીરું, સ્વાદ અનુસાર ફરાળી મીઠું, 1 લીંબુનો રસ અને જરૂર મુજબ પાણી

ટોપિંગ સામગ્રી

બટાકાની વેફર, ફરાળી ચેવડો, રેડ ચીલી ફ્લેક્સ, મસાલા મગફળી અને ચીઝ

ફરાળી પીઝા રેસીપી

સૌ પ્રથમ એક મોટા પેનમાં શિંગોડાનો લોટ, સાબુદાણાનો પાઉડર,મોરૈયાનો લોટ,રાજગરાનો લોટ, બાફેલા બટાકા, આખું જીરું, તલ નાખો, જરૂર મુજબ પાણી આખી લોટ બાંધો.

ફરાળી પીઝા રેસીપી

લોટ બાંધી રમા મોણ માટે સહેજ તેલ અથવા ઘી નાખો. લોટને 30 મિનિટ માટે રેસ્ટ આપો.

ચટણી બનાવવા માટે

મિક્ષર ગ્રાઈન્ડરમાં કોથમીર, નાળિયેરનું છીણ, સીંગદાણા, સમારેલ લીલા મરચા, આંખુ જીરું, સ્વાદ અનુસાર ફરાળી મીઠું, લીંબુનો રસ અને જરૂર મુજબ પાણી નાખી ગ્રાઈન્ડ કરીને ચટણી તૈયાર કરો.

ફરાળી પીઝા રેસીપી

હવે લોટમાંથી સહેજ જાડી પીઝાઈ રોટલી વણો, પેન ગરમ કરો એમાં સહેજ તેલ નાખી બન્ને સાઈડ પીઝા રોટલી ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થવા દો.

તૈયાર કરેલ ચટણી લગાવો, એના પર વેફર અને ફરાળી ચેવડોનું ટોપિંગ કરો તૈયાર બાદ રેડ ચીલી ફ્લેક્સ, મસાલા મગફળી અને ચીઝ પાથરો. 1 મિનિટ માટે કુક કરો અને ગરમ ગરમ ફરાળી પીઝા સર્વ કરો.

Sabudana Ladoo Recipe : વ્રતમાં કંઈક સ્વીટ ખાવું છે તો બનાવો સાબુદાણાના ટેસ્ટી લાડુ, જાણો સરળ રેસીપી