Farali Pizza Recipe | ફરાળી પિઝા રેસીપી, માત્ર 15 મિનિટમાં બનાવો ટેસ્ટી પિઝા

Jul 15, 2025, 03:42 PM

ઉપવાસ હોય ત્યારે ઘણા લોકોને શું ખાવું તેની ચિંતા રહેતી હોય છે. તમે સાબુદાણાની ખીચડી અને અન્ય ફરાળી વાનગીઓ ખાઈને કંટાળી ગયા હો તો, આ બેસ્ટ ઓપ્શન છે.

ફરાળી પિઝા સ્વાદમાં અદ્ભુત લાગે છે અને બનાવવામાં પણ સરળ છે, વ્રત દરમિયાન પણ તમે તેને માણી શકો છો, અહીં જાણો ફરાળી પિઝા બનાવવાની રીત.

ફરાળી પિઝા રેસીપી સામગ્રી (બેઝ માટે)

1 કપ મોરૈયો, 1/2 કપ રાજગરાનો લોટ, 1/4 કપ શિંગોડાનો લોટ, 1/4 કપ દહીં, 1/4 ચમચી આદુ-મરચાની પેસ્ટ, 1/4 ચમચી સિંધવ મીઠું, થોડો ચમચી બેકિંગ સોડા, પાણી જરૂર મુજબ 1 ચમચી તેલ (ગ્રીસ કરવા માટે)

ફરાળી પિઝા રેસીપી સામગ્રી (ટોપિંગ્સ માટે)

1/2 કપ બાફેલા બટેટા, 1/4 કપ બાફેલી શક્કરિયા, 1/4 કપ ટામેટા, 1/4 કપ કેપ્સિકમ, 1-2 ઝીણા સમારેલા લીલા મરચા, થોડાક શેકેલા શિંગદાણા, 1 ચમચી તેલ, 1/2 ચમચી જીરું, ચપટી સિંધવ મીઠું, ચપટી મરી પાવડર, થોડો કોથમીર

ફરાળી પિઝા રેસીપી સામગ્રી (ફરાળી ચીઝ માટે)

50 ગ્રામ છીણેલું પનીર છીણેલું, 1-2 ચમચી દૂધ, ચપટી સિંધવ મીઠું

ફરાળી પિઝા રેસીપી

એક મોટા બાઉલમાં મોરૈયાનો લોટ, રાજગરાનો લોટ, શિંગોડાનો લોટ, સિંધવ મીઠું અને બેકિંગ સોડા ભેગા કરો.

ફરાળી પિઝા રેસીપી

તેમાં દહીં અને આદુ-મરચાની પેસ્ટ ઉમેરી, ધીમે ધીમે પાણી ઉમેરતા જઈ બેટર બનાવો તેને 20-30 મિનિટ રેસ્ટ આપો.

ફરાળી પિઝા રેસીપી

કડાઈમાં તેલ ગરમ કરો. તેમાં જીરું ઉમેરો, બાફેલા બટેટા અને શક્કરિયાના ટુકડા ઉમેરો, ટામેટા, કેપ્સિકમ અને લીલા મરચા ઉમેરી, ધીમા તાપે 3 મિનિટ સાંતળો.

તેમાં સિંધવ મીઠું અને મરી પાવડર ઉમેરી બધું મિક્સ કરો ગેસ બંધ કરી, તેમાં શેકેલા શિંગદાણા અને કોથમીર ઉમેરો

ફરાળી પિઝા રેસીપી

એક બાઉલમાં છીણેલું પનીર લો. તેમાં દૂધ અને ચપટી સિંધવ મીઠું ઉમેરી, ચમચાથી બરાબર મેશ કરી સ્મૂધ પેસ્ટ જેવું બનાવો.

ફરાળી પિઝા રેસીપી

એક નોન-સ્ટીક તવો ગરમ કરો. એમાં થોડા તેલથી ગ્રીસ કરી, બેટર પાથરો. તેને ગોળ આકાર આપો. બહુ જાડું કે બહુ પાતળું ન રાખો, ધીમા તાપે શેકાવા દો.

ફરાળી પિઝા રેસીપી

જ્યારે નીચેની બાજુ શેકાઈ જાય અને ઉપર થોડા પરપોટા દેખાય, ત્યારે તેને પલટાવો, શેકાયેલી બાજુ પર ટોપિંગ્સ પાથરો.

ફરાળી પિઝા રેસીપી

ફરાળી ચીઝ ફેલાવો ઢાંકીને 5 મિનિટ સુધી શેકાવા દો, જેથી બેઝ બરાબર શેકાઈ જાય અને ટોપિંગ્સ ગરમ થઈ જાય, ગરમા-ગરમ ફરાળી પિઝાને પ્લેટમાં કાઢી સર્વ કરો.

Farali Gulab Jamun Recipe | ફરાળી ગુલાબજાંબુની મીઠાશને ઉપવાસ-ફ્રેન્ડલી બનાવી શકાય છે. અહીં તમારા માટે ફરાળી ની ગુલાબજાંબુની એક સરળ અને સ્વાદિષ્ટ રેસીપી શેર કરી છે, જે વ્રત ઉપવાસમાં બિંદાસ ખાઈ શકાય છે, જાણો ફરાળી ગુલાબજાંબુ બનાવાની રીત