Farali Recipe Ideas 2025 for Vrat | ફરાળ માટે વિવિધ ટેસ્ટી વાનગીઓ, ઉપવાસમાં પણ એનર્જી રહેશે !

Jul 08, 2025, 03:13 PM

ઉપવાસ એટલે કેવળ પેટ ભરવું નહીં, પરંતુ શરીરને શુદ્ધ કરવું અને મનને શાંતિ આપવી. ઉપવાસ દરમિયાન આપણે એવી વાનગીઓ શોધીયે છીએ કે જે સ્વાદિષ્ટ હોવા છતાં પૌષ્ટિક અને સુપાચ્ય હોય.

હાલ જ્યાં પાર્વતી વ્રત ચાલુ થઇ ગયા છે, છોકરી આ ઉપવાસ કરે છે, ઉપવાસ દરમિયાન ઘણા લોકો માત્ર ફળ કે પાણી પર રહેવાનું પસંદ કરે છે, જ્યારે કેટલાક લોકો ફરાળી વાનગીઓનું સેવન કરે છે.

ફરાળી વાનગીઓ જે અનાજ કે કઠોળ વગર બનાવવામાં આવે છે જે ઉપવાસ દરમિયાન ખાઈ શકાય છે. તે માત્ર સ્વાદિષ્ટ જ નહીં, પરંતુ પૌષ્ટિક પણ છે અને ઉપવાસ દરમિયાન શરીરને એનર્જી પૂરી પાડે છે. અહીં જુઓ કેટલીક લોકપ્રિય ફરાળી વાનગીઓનું લિસ્ટ

મોરૈયા ખીચડી

મોરૈયો, બટાકા, ટામેટાં અને મસાલાઓથી બનતો આ પુલાવ ભાતનો સ્વાદ આપે છે અને પૌષ્ટિક પણ હોય છે.

સાબુદાણા ખીચડી

ઉપવાસની સૌથી લોકપ્રિય વાનગીઓમાંની એક. પલાળેલા સાબુદાણા, મગફળી, બટાકા, લીમડો અને મરચાંના વઘારથી બનતી આ ખીચડી બનાવવામાં સરળ અને સ્વાદમાં અદ્ભુત હોય છે.

ફરાળી પેટીસ

બાફેલા બટાકા, શિંગોડાનો લોટ, મગફળીનો ભૂકો, મરચાં અને સિંધવ મીઠાથી બનતી આ પેટીસ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તેને તળીને કે શેકીને ખાઈ શકાય છે.

રાજગરાની પુરી

રાજગરાનો લોટ, બાફેલા બટાકા, મરચાં અને સિંધવ મીઠાથી બનતી આ પુરી કે થેપલા દહીં કે ફરાળી ચટણી સાથે ખૂબ જ સરસ લાગે છે.

ફરાળી ઢોકળા

સાબુદાણા કે મોરૈયાના લોટમાંથી બનતા આ ઢોકળા દહીં અને લીલા મરચાંની ચટણી સાથે સ્વાદિષ્ટ લાગે છે

શિંગોડાના લોટનો શીરો

ઘી, શિંગોડાનો લોટ અને ગોળ કે ખાંડથી બનતો આ શીરો મીઠાશની ઈચ્છા સંતોષે છે અને ઊર્જા પણ આપે છે.

દહીં સાથે ફ્રૂટ ચાટ

વિવિધ તાજા ફળોને સિંધવ મીઠું અને મરચાં પાવડર સાથે મિક્સ કરીને કે દહીં સાથે ખાવાથી પોષણ અને તાજગી મળે છે.

મોરૈયા બટાકાની ફરાળી ખીચડી આ રીતે બનાવો, એકદમ ચટાકેદાર બનશે