1 કપ પલાળેલા સાબુદાણા, 1/2 કપ બાફેલું બટાકા, 1 લીલું મરચું, 1 ચમચી વાટેલું જીરું, 3-4 પાન મીઠો લીંબડો, કોથમીર, સ્વાદ માટે સેંધા નમક, 1/2 ટીસ્પૂન કાળા મરી પાવડર, 1/2 કપ શેકેલી મગફળીનો ભૂકો, લીંબુ સરબત
સૌ પ્રથમ એક મોટા પાત્રમાં પલાળેલા સાબુદાણા તેમાં બાફેલા બટાકા, લીલા મરચા, વાટેલું જીરું મિક્ષ કરો.
ત્યારબાદ તેમાં અન્ય મસાલામાં મીઠો લીંબડો,કોથમીર,સ્વાદ માટે સેંધા નમક, કાળા મરી પાવડર, શેકેલી મગફળીનો ભૂકો અને લીંબુ સરબત નાખો.
બધું મિક્ષર સારી રીતે મેશ કરો અને તેના ગોળ બધા સરખા વડા તૈયાર કરો. અને થોડી વાર માટે રેસ્ટ આપો.
હવે અપ્પમ બનાવાની પ્લેટમાં 1/2 ચમચી તેલ નાખો અને અને બધા તૈયાર કરેલ વડા મૂકી દો. અને ઢાંકણું ઢાંકી દો, તેને 10 થી 15 મિનિટ માટે સ્ટીમ કરી લો.
ત્યારબાદ એક સાઈડ થઇ જાય એટલે અપ્પમને બીજી સાઈડ ફ્લિપ કરો એમ બન્ને સાઈડ ગોલ્ડન બ્રાઉન થવા ડો. થઇ જાય એટલે સર્વિંગ પ્લેટમાં કાઢી ગ્રીન ચટણી અથવા દહીં સાથે સર્વ કરો.