નવરાત્રી વ્રત ઉપવાસમાં ફરાળી વાનગી ખાવામાં આવે છે. તમને નવરાત્રીમાં કંઇક યુનિક ફરાળી વાનગી ખાવાની ઇચ્છા છો, તો તમે ઘરે સાબુદાણા ઈડલી ટ્રાય કરી શકો છો. સાબુદાણા ઈડલી રેસીપી બહુ સરળ છે.
સાબુદાણા ઈડલી બનાવવા માટે સાબુદાણા, મોરૈયો દહીં, સ્વાદ અનુસાર મીઠું, બેંકિંગ સોડા, રિફાઇન્ડ તેલ.
સાબુદાણા ઈડલી બનાવવા માટે સાબુદાણાને આખી રાત પાણીમાં પલાળી રાખો અને સવારે પાણી માંથી સાબુદાણા અલગ વાસણમાં કાઢી લો.
હવે પલાળેલા સાબુદાણામાં થોડોક મોરૈયો નાંકી મિક્સરમાં ઈડલીના ખીરા જેવી પેસ્ટ બનાવી લો. તેમા બેકિંગ સોડા ઉમેરી થોડાક સમય રહેવા દો.
હવે ઈડલી બનાવવાના વાસણમાં બટર કે તેલ લગાવી ઈડલીને સ્ટીમ 10 થી 15 મિનિટ સુધી સ્ટીમ થવા દો.
ઈડલી બરાબર સ્ટીમ થઇ જાય ત્યારે વાસણમાં કાઢી લો. જો તમને મસાલા ઈડલી પસંદ હોય તો તમે મીઠા લીમડા, લીલા મરચા જીરા અને તલનો વધારો કરી શકો છો.
સાબુદાણા ઈટલી સીંગદાણા ચટણી, કોકનેટ ચટણી અને ગ્રીન ચટણી સાથે ખાઇ શકો છો.