સાબુદાણા લાડુ રેસીપી, ઉપવાસમાં ગળ્યું ખાવું હોય તો કરો ટ્રાય

Jul 17, 2025, 09:53 PM

તહેવારોની સિઝન

હિન્દુ ધર્મમાં તહેવારોની સિઝન શરુ થઇ રહી છે. જેમાં ઘણા લોકો ઉપવાસ કરે છે.

સાબુદાણા લાડુ રેસીપી

ઉપવાસમાં ફરાળી આહાર ખાવામાં આવે છે. તમે આ દરમિયાન સાબુ લાડુ રેસીપી બનાવી શકો છો.

સાબુદાણા લાડુ સામગ્રી

સાબુદાણા, નાળિયેરનું ખમણ, દળેલી ખાંડ, ઘી, કાજુ અથવા બદામના બારીક ટુકડા, એલાયચી પાવડર, જાયફળ પાવડર.

સાબુદાણા લાડુ બનાવનાવી રીત, સ્ટેપ 1

સાબુદાણાને કડાઈમાં ગેસની ધીમી આંચે હલકા ગુલાબી રંગના થાય ત્યાં સુધી શેકી લો. આ પછી સાબુદાણાને ઠંડા કરવા મુકો.

સ્ટેપ 2

એક કડાઇમાં નાળિયેરનું ખમણ 2-3 મિનિટ સુધી શેકીને બીજા વાસણમાં કાઢી લો.

સ્ટેપ 3

સાબુદાણા ઠંડા થાય એટલે મિક્સરમાં તેનો બારીક પાવડર કરી લો. આ પાવડર એક બાઉલમાં કાઢી લો. તેમાં નાળિયેરનું ખમણ, એલચી, જાયફળનો પાવડર પણ મિક્સ કરી લો.

સ્ટેપ 4

એક કડાઇમાં ઘી ગરમ કરવા મુકો. ઘી ગરમ થાય એટલે તેમાં કાજુ, બદામના ટુકડા સોનેરી રંગના થાય ત્યાં સુધી તળી લો.

સાબુદાણા લાડુ તૈયાર

આ પછી ઘી તેમજ કાજુને સાબુદાણાના મિશ્રણમાં નાખી દો. ઘી થોડું ઠંડું થાય એટલે તેને એકસરખું મિક્સ કરીને લાડુ વાળી લો. આ રીતે સાબુદાણાના લાડુ તૈયાર થઇ જશે.

આ લાડુ એરટાઈટ જારમાં ભરી લો. તમે તેને એક અઠવાડિયા સુધી રાખી શકો છો.