1 કપ પલાળેલા સાબુદાણા, 2 બાફેલા બટેટા, 1/2 કપ ગાજર, 1/2 કપ બીટરૂટ, 1 ચમચી આદુ મરચાની પેસ્ટ, સ્વાદ મુજબ મીઠું, 1 ચમચી ધાણા પાવડર, 1 ચમચી ચાટ મસાલો, લીંબુ સરબત,કોથમીર અને શેકેલી મગફળી
સૌ પ્રથમ પલાળેલા સાબુદાણામાં બાફેલા બટેટા, છીણેલું ગાજર, છીણેલું બીટરૂટ, આદુ મરચાની પેસ્ટ, ફરાળી મીઠું નાખો.
ત્યારબાદ તેમાં ધાણા પાઉડર, ચેટ મસાલા, લીંબુ શરબત, કોથમીર અને શેકેલી સીંગ નાખો.
હવે તેને સારી રીતે મિક્ષ કરીને મિશ્રણની બધી ટિક્કી તૈયાર કરો.
ટિક્કી તૈયાર થઇ જાય એટલે એક પેન ગરમ કરો તેમાં સહેજ તેલ નાખી ટિક્કીને બન્ને સાઈડ ગોલ્ડન બ્રાઉન થઇ ત્યાં સુધી શેકી લો.